અમરેલી જિલ્લામાંથી શેત્રુંજી અને અન્ય નદીઓમાંથી રેતીની ચોરી કરતા નવ શખ્સોને ટ્રેકટરો, લોડર, ડમ્પર સહિત વાહનો સાથે એસ.ઓ.જી. ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી
પોલીસ અધિક્ષક અમરેલીએ શેત્રુજી તથા જિલ્લાની અન્ય નદીઓ પસાર થતી હોય અને નદીમાં ઇકો ઝોનના હિસાબે કોઇ પણ પ્રકારના ખનીજનું ખનન કરવાનો મનાઇ હુકમ હોય તેમ છતાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે બી.એમ.દેસાઇ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલા તાલુકાના ધાંડલા ગામે ઉજવળી નદીમાં રેતી ચોરી કરતાં બે ટ્રેકટર ટ્રોલી સહીત રેતી ભરેલ કુલ કિ.રૂ.૬,૩૩,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપી ટ્રેકટરના ડ્રાઇવર, ધનશ્યામભાઇ હરીભાઇ ચાવડા, અતુલ ઉર્ફે મુન્નો સુરેશભાઇ રણોલીયા રહે.બન્ને વીજપડી તથા ટ્રેકટરના માલીક, ગોવિંદભાઇ લીંબાભાઇ ખેરાળા રહે.ડેડકડી, મધુભાઇ પતાભાઇ જોગરાણા રહે.વિજપડી તથા ભયલુભાઇ દોહલભાઇ ચાંદુ રહે.ધાંડલા વાળાઓ વિરૂધ્ઘ રેતી ચોરી અંગેના ગુન્હાઓ દાખલ કરાવેલ છે.આગળની વધુ તપાસ સાવરકુંડલા રૂરલ પોલીસને સોપવામાં આવેલ છે. જયારે અમરેલી ગોખરવાળા પુલ પાસે શેત્રુજી નદીમાં રેતી નું ખનન કરતું લોડર-૦૧ તથા રેતી ચોરી કરતાં ડમ્પર-૦૩ મળી કુલ કિ.રૂ.૨૦,૧૦,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપી, કાંતીભાઇ રામસીંગભાઇ સંગોર ઉ.વ.૨૨ રહે.અમરેલી સા.કુંડલા ચોકડી મુળ વતનઃ- કાલાપાન તા.રાણાપુર જી.જાબવા મધ્યપ્રદેશ થાણુ રણાપુર, ધનશ્યામભાઇ જીણાભાઇ સાથળા ઉ.વ.૨૫ રહે.ચાંદગઢ તા.જી.અમરેલી, અમરદિપભાઇ વલકુભાઇ વાળા ઉ.વ.૨૩ રહે.વરસડા તા.જી.અમરેલી, દાઉદસા લલુસા પઠાણ રહે.અમરેલી અજયભાઇ કનુભાઇ તળાવીયા ઉ.વ.૨૩ રહે.પુષ્કરધામ સોસાયટી લાઠી રોડ વાળાઓ વિરૂધ્ઘ રેતી ચોરી અંગેના ગુન્હાઓ દાખલ કરાવેલ છે.આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે. આમ, અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરતાં ટ્રેકટરો,લોડર,ડમ્પર સહિત કુલ રૂ. ૨૬,૪૩,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.આર.કે.કરમટા સ્ટાફના પ્રકાશભાઇ જોષી, ભાસકરભાઇ નાંદવા, સુભાષભાઇ ધોધારી, રાહુલભાઇ ચાવડા, દેવરાજભાઇ કળોતરા, દશરથસિંહ સરવૈયા, પિષુયભાઇ ઠાકર, જયસુખભાઇ આસલીયા, હરેશભાઇ વાણીયા, જેસીંગભાઇ કોચરાએ કરેલ છે.