જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખને ફોન પર મારી નાખવાની ધમકી

674
bvn3092017-3.jpg

મૂળ સિહોરના રહેવાસી અને ભાવનગર જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન કોતરને આજે ફોન પર મારી નાખવાની ધમકી મળતા સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા પ્રમુખ ગીતાબેનને છેલ્લા બે દિવસથી મોબાઈલ ફૉન પર વારંવાર હેરાન પરેશાન કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને હેરાન પરેશાન કરી મુક્યા છે ગીતાબેનનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી પોતાના મોબાઈલ પર ૯૪૨૬ ની સિરીઝ અજાણ્યા  નંબર પરથી કોઈ શખ્સ ફોન કરી અભદ્ર ભાષામાં ન બોલી શકાઈ કે ન સાંભળી શકાઇ તેવી ગાળો બોલીને હેરાન પરેશાન કરી મુક્યા છે જ્યારે આજે બપોરના સમય પર આવેલ ફોન પર બહાર નિકલીશ તો મારી નાખીશની ધમકી પણ આપી છે જ્યારે પોતે ગભરાઇ ડરીને પોલીસ મથકે દોડી આવ્યા છે પોલીસ અધિકારીને રજુઆત કરીને ફરિયાદની તજવીજ હાથધરી છે ઉલ્લેખનીય છે કે ગીતાબેન કોતરે આ ઘટનાની પ્રદેશ કક્ષાએ પણ જાણ કરી છે જિલ્લા એસપીને પણ જાણ કરી છે જ્યારે આ ઘટનાને લઈ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ધમકી આપનાર મોબાઈલ પર ધમકી આપનાર શખ્શ કોણ તેની પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

Previous articleરાવણના વેશમાં પ્રકાશ ફગનમલ
Next articleવૃક્ષારોપણનો કાર્યક્રમ