અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનું પ્રેરણાદાયક સ્વચ્છતા અભિયાન ગુજરાત સિમેન્ટ કોવાયા તેમજ નર્મદા સિમેન્ટ યુનિટ દ્વારા જાફરાબાદના દરિયાકાંઠે વરૂડી માતાજીના મંદિરે વિસ્તાર સ્વચ્છતા અભિયાનની ૧ ટન વેસ્ટ પ્લાસ્ટીક વીણી રમણીય સ્થળ બનાવાયું.
અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના બે યુનીટો ગુજરાત સિમેન્ટ કોવાયા, તા. રાજુલા, નર્મદા સિમેન્ટ યુનીટ જાફરાબાદ દ્વારા પર્યાવરણ વિશ્વ દિન નિમિત્તે બહોળી સંખ્યામાં બન્ને યુનિટોના પદાધિકારીઓ જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયાના ગોપીકા પ્રસાદ તિવારી (સી.ઓ) અને ઈ.પી.ના માર્ગદર્શનથી ભાનુકુમાર પરમાર ભરત પટેલ તેમજ સમસ્ત ફંકશનનેના હેડ અધિકારીઓ તેમજ નર્મદા સિમેન્ટ જાફરાબાદ યુનિટના વિજય એકરેજા ભુપેન્દ્રસિંહ, પંકજ અગ્રવાલ, બાબુરાઈલી જેઠવા,દિલીપકુમાર મિશ્રા, તરૂણ દિવાન, મુકેશ પરમાર, ચંદ્રેશભાઈ સહિતની બહોળી સંખ્યામાં બન્ને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કર્મચારીઓ જાફરાબાદના વઢેરાના પ્રસિધ્ધ વરૂડીમાંના તિર્થસ્થાનને સ્વચ્ઋ બનાવવા અને તેના રમણીય દરિયાકાંઠામાં પથરાઈ ગયેલ પ્લાસ્ટીકનો વેસ્ટ કચરો હાથો હાથ એકઠો કરતા ૧ ટન ઉપર એકઠો કરી તેનો નિકાલ કરી કુદરતી સૌદર્ય ધરાવતા સ્થાનને અતિરમણીય બનાવાયું અને તે પ્લાસ્ટીક વેસ્ટ કચરાને કોવાયા પ્લાન્ટમાં એ.એફ.આર. તરીકે ઉપયોગ કરવામાં આવેલ અને ઈ.પી. અલ્ટ્રાટેક સિમેન્ટ લી. કોવાયાના ગોપીકા પ્રસાદ, તિવારીજી સી.ઓ.ની ઉપસ્થિતિમાં પુર્ણ હર્ષોઉલ્લાસ સાથે બને યુનીટના અધિકારી, કર્મચારીઓએ વિશ્વ પર્યાવરણ દિનને પ્રેરણાદાયક બનાવ્યો આ બાબતે બીજા કાર્યક્રમોનું આયોજન જેવા કે પોસ્ટર બનાવવા, નિબંધ લેખન, સ્લોગન લેખન તેમજ ખુબ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવેલ જે ગોપીકા તિવારીજી તથા ગીરીશ નાયડુ, પર્યાવરણ વિભાગએ આ વર્ષની થીમ બીટ પ્લાસ્ટીક પોલ્યુશન સંબંધમાં સર્વ કર્મચારીઓને અતિ મહત્વનું માર્ગદર્શન નર્મદા સિમેન્ટ યુનિટના ગામડે ગામડા ખુંદી લોક જાગૃતિનું કામ કરનાર સાકરીયા ભાઈ દ્વારા નર્મદા યુનિટમાં પણ ઉત્સાહ પણ વિશ્વ પર્યાવરણ દિન આ દિવસ એક સપ્તાહ સુધી વૃક્ષારોપણનું સુંદર કાર્ય થઈ રહ્યું છે.