શહેર નજીકના નારી ગામનાં તળાવ પાસે બાવળની કાંટમાં તીનપત્તીનો જુગાર રમતાં ચાર પત્તાબાઝોને એસ.ઓ.જી.ટીમે રેડ કરી ઝડપી લીધા હતા.
એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સ્પેકટર સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. લગ્ધીરસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે નારીગામ તળાવ પાસે બાવળની કાટમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા લાલદાસ હસમુખભાઈ લશ્કરી ઉ.વ.૨૭, સંજયભાઈ ભનુભાી જોષી, ઉ.વ.૩૩, મેઘજીભાઈ ખોડાભાઈ પરમાર ઉ.વ.૪૫, વિપુલભાઈ નાનજીભાઈ કોગતીયા ઉ.વ.૩૦ રહે તમામ ભાવનગર વાળાઓને રોકડ રૂપીયા ૨૬ હજાર તથા મોબાઈલ ફોન ૩ ગંજીપાના મળી કુલ રૂા.૩૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ આ કામગીરીમાં એસ.ઓ.જી.નાં હેડ કોન્સ. જે.બી. ગોહિલ લગ્ધીરસિંહ ઝાલા પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ રાજદિપસિંહ ગોહિલ બાવકુદાન ગઢવી યોગીનભાઈ ધાંધલ્યા વિશ્વજીતસિંહ ઝાલા, અતુલભાઈ ચુડાસમાં જોડાયા હતા.