ગારીયાદારમાં એમ.ડી. સ્કુલની પાસે ભરવાડ શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ગારીયાધાર પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા.
ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં,વુમન,પો.સબ.ઈન્સ. એસ.પી.અગ્રાવત સાથે પોલીસ સ્ટાફનાં પો.કો.શકિતસિંહ સરવૈયા પો.કો.જીતેન્દ્રભાઇ પો.કો. વિજયભાઇ એ રીતેનાં ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન એમ,ડી,સ્કુલ ગારીયાધાર પાસે આવતાં સાથેનાં પો.કો.શકિતસિંહ સરવૈયા તથા પો.કો.જીતેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી રાહે ભરવાડ શેરીમાં અશ્વિનભાઇ કોળીનાં ધરની પાછળ ખુલ્લી જગ્યામાં બેસી અમુક ઈસમો ગોળકુંડાળુ વળી જાહેરમાં પૈસા પાના વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતાં હોય બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી તમામ ઈસમો, ભરતભાઇ શાંન્તીભાઇ , કમલેશ બાબુભાઈ ઝાલા/બાબર મુકેશભાઈ, રવિ કિશોરભાઇ ઝાલા/કોળી, જીગ્નેશ જીતુભાઇ ઝાલા/કોળી, વાળાઓને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પટ્ટમાંથી રોકડા રૂપિયા…૫,૨૧૦/ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ.૧૨ મુજબનાં કામે ધોરણસર અટક કરવામાં આવેલ.