શહેરનાં ઘોઘાસર્કલ લીંબડીયુ વિસ્તારમાં સવારે તોતીંગ વૃક્ષ ધરાશય થતાં ત્યાંથી સ્કુટર લઈ પસાર થઈ રહેલાં પીતા પુત્ર દબાઈ જતાં બન્નેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ એમ.જેઠવા સવારના સમયે તેના પુત્રને લઈ મોખડાજી સર્કલથી ઘોઘાસર્કલ તરફ સ્કુટર પર જઈ રહ્યા હતા ત્યારે લીમડાનું તોતીંગ વૃક્ષ અચાનક ધરાશય થતાં બન્ને પીતા પુત્ર વૃક્ષની નીચે દબાઈ ગયા હતા અને બન્નેને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે સરી ટી હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ બનતાં લોકોના ટોળા એકઠા થયા હતા.