શહેરનાં એરપોર્ટ રોડ રૂવા ગામ નજીકથી એલ.સી.બી.ટીમે પૂર્વ બાતમી આધારે વોચમાં રહી ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી કારને ઝડપી લીધી હતી જ્યારે રેડ દરમ્યાન કાર ચાલક તથા અન્ય એક શખ્સ નાસી છુટ્યા હતા.
ભાવનગર,એલ.સી.બી સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયાને કલ્પેશ ઉર્ફે આપા બહાદુરભાઇ આહિર રહે.જુની માણેકવાડી,રેલ્વે સ્ટેશન પાસે,શિવધારા રેસીડન્સી, ભાવનગરવાળા કબ્જા ભોગવટાની મારૂતિ સ્વીફટ ડિઝાયર કાર નંબર-ય્ત્ન-૨૭-છસ્ ૯૨૫૨માં પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી માનસ પાર્ક સોસાયટી,એરપોર્ટ રોડ,રૂવા ગામની નળમાંથી પસાર થવાનો છે.તેવી બાતમી મળી આવેલ.જે બાતમી આધારે વોચમાં રહેતાં ઉપરોકત વર્ણનવાળી કાર આવતાં તેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કાર ઉભી રાખેલ નહિ.અને કારને થોડે દુર મુકી કારમાંથી કલ્પેશ ઉર્ફે આપા તથા તેની સાથે બીજો એક અજણ્યો માણસ ભાગી ગયેલ.આ મારૂતિ સ્વીફટમાં જડતી તપાસ કરતાં કારની પાછળની સીટમાંથી તેમજ ડીકીમાંથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૬૮ કિ.રૂ. ૫૦,૪૦૦/- તથા બીયર ટીન નંગ-૧૬૮ કિ.રૂ.૧૬,૮૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૬,૫૦૦/-તથા મારૂતી કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૫,૭૩,૭૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ.તેઓ બંને વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ.
આ કામગીરીમાં ભાવનગર,એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા,પો.સબ ઇન્સ. એન.જી. જાડેજાની સુચના હેઠળ સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, રાકેશભાઇ ગોહેલ, ભયપાલસિંહ ચુડાસમા, ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા,શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.