પૂ. મોરારિબાપુના સાનિધ્યમાં વિશ્વગ્રામ દ્વારા સદભાવના ફોરમ અંતર્ગત મહુવા ખાતે યોજાયેલ સદભાવના પર્વમાં બીજા દિવસે પર્યાવરણ વિદ્દ કાર્તિકેય સારાભાઈએ કહ્યું કે, જંગલમાં કશુ કચરારૂપ નથી જ, એક બીજાને ઉપયોગી જ છે. અહિં કાશ્મીર ગયેલા શિક્ષકો કાર્યકરોનું અભિવાદન કરાયું હતું.
સદભાવના પર્વમાં-૯માં બીજા દિવસે વિવિધ વકતાઓએ લાગણીશીલ અર્થસભર વ્યાખ્યાનો આપ્યા. મોરારિબાપુના સાનિધ્યમાં વિશ્વગ્રામ સંસ્થા દ્વારા સદભાવના ફોરમ અંતર્ગત પર્યાવરણ વિધ કાર્તિકેય સારાભાઈએ કહ્યું કે માત્ર પ જુન પર્યાવરણ દિવસ ઉજવણીએ કામ પુરતુ નથી. પોતાની સંસ્થા પર્યાવરણ શિક્ષણ સંસ્થા દ્વારા વર્ષભરના કાર્યક્રમોનો ઉલ્લેખ કરી ગંદકી – કચરો આપણે જ કરીએ છીએ, જંગલમાં કશું કચરારૂપ નથી જ, એકબીજાને ઉપયોગી જ છે. તેઓએ સમાચાર માધ્યમોમાં સમાજમાં હિંસા અને નકારાત્મક બાબતોના વધુ નિરૂષણનો ખેદ વ્યકત કર્યો.
મારા સ્વપ્નનું ભારત વિષયના આ પર્વમાં સવારે નિરંજન શાહના સંચાલન સાથેની બેઠકમાં કૃષિ અર્થશાસ્ત્રી દેવીન્દર શર્માએ દેશમાં કૃષિ, ખેડુત અને સાંપ્રત બજાર વ્ય્વસ્થાનું સચોટ નિરૂપણ રજુ કર્ય્. તેમણે કહ્યું કે ખેતીમાં ઉત્પાદન તો ખુબ થાય છે, છતાં પુરતા ભાવ ન મળવાથી ખેડુતો આત્મહત્યા તરફ પ્રેરાય છે. આવી સ્થિતિ માત્ર ભારતમાં નહિં અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ છે. ટેકાના ભાવમાં સરકાર અન્ય કર્મચારીઓને અપાતા ભથ્થાની ટકાવારી સામે ખુબ જ ઓછું છે. તેવું વકતવ્યમાં જણાવ્યું હતું.