ભાવનગર શહેર જિલ્લામાં આવશ્યક ચિઝવસ્તુ પૈકી એક એવા શાકભાજીની અપુરતી આવક તથા દેશમાં ચાલી રહેલ ખેડુતોના આંદોલનના કારણે લીલોતરી શાકભાજીના ભાવો આસમાને આંબી રહ્યા છે. પરિણામે લોકોની હાડમારીમાં ભારે વધારો થઈ રહ્યો છે.
દેશના વિવિધ રાજ્યોમાં શાકભાજી પકવતા ખેડુત તથા ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા પશુ પાલકો દ્વારા ઈંધણના ભાવોમાં થઈ રહેલ ઉત્તરોત્તર ભાવ વધારો તથા પોતાની ઝણસનાં પોષણક્ષમ ભાવ ન મળતા છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી ઉગ્ર આંદોલન છેડ્યુ છે શાકભાજી દુધને જાહેર માર્ગો પર ફેકી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે પૂરતા પ્રમાણમાં શાકભાજીની આવક રાષ્ટ્રીય માર્કેટમાં ન પહોચતા તેની સિદ્ધી જ અસર ગ્રામ્યકક્ષા સુધી અને ગરીબ તથા મધ્યમ વર્ગીય પરિવારોને ‘દુબળાને બે જેઠ માસ’જેવી સ્થિતીનું સર્જન થયુ છે ભાવનગર શહેર તથા જિલ્લામાં ઉનાળાના આરંભથી લઈને ચોમાસાના મધ્યાંતર સુધી ૯૫ ટકા શાકભાજી ગુજરાતના મહાનગર તથા મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન સહિતના પ્રાંતમાંથી આવે છે. પરંતુ વર્તમાન સમયે આ આવક ઘટીને માત્ર ૨૫ થી ૩૦ ટકા થઈ જતા લીલોતરી શાકભાજીની તીવ્ર અછત સર્જાય છે. પરીણામે ભાવોમાં ભારે ઉછાળો આવ્યો છે લોકોમાં માંગ યથાવત પરંતુ પુરવઠાનો અભાવ ભાવ વધારો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત ભાવનગના એક અગ્રણી વેપારીના જણાવ્યા અનુસાર ઉનાળાના વાવેતર માટે ખેતીની જમીનો ખેડાણ કરી તપાવા મુકવામાં આવે છે પરીણામે શાકભાજીનુ વાવેતર ઘટતુ હોય છે ચોમાસામાં વરસાદ થયા બાદ એકથી દોઢ મહિનો વિત્યે ચોમાસાની સિઝનના શાકભાજીની આવક માર્કેટમાં થતી હોય છે. ત્યારબાદ ક્રમશ ભાવમાં ઘટાડો જોવા મળે છે પરંતુ આ વખતે ખેડુતોનું આંદોલનને નવું કારણ મળ્યુ છે જેના કારણે લોકોની સમસ્યા વધી છે આગામી દિવસોમાં વરસાદ થયા બાદ ભાવોમાં હજુ પણ વધારો જોવા મળશે પરંતુ થોડો સમય હાલાકી વેઠ્યા બાદ સ્થિતીપુનઃ સામાન્ય થશે.
શાકભાજીના ભાવ સાંભળતા પરસેવો વળે !
ભાવનગર જિલ્લાના ગામડાઓમાંથી હાલ રીંગણા, દુધી, ગુવાર, ચોળી, ભીંડો, તુરીયા તાંજળીયો, તથા કોબી, જેવા શાક ભાજીનું અલ્પ પ્રમાણમાં આવક થાય છે. જ્યારે બટેટા, આદુ, ટીડોરા, ફલાવર, સરગવો, મેથી, પાલક લીલાધાણા (કોથમરી)લીલા વટાણા, પરવળ, ગલકા સહિતનું બકાલુ, અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, ડીસા, તથા મહારાષ્ટ્રથી આયાત કરવામાં આવી રહ્યુ છે. હાલ રૂા.૮૦ થી લઈને ૧૮૦-૨૨૦ સુધીના પ્રતિકિલોનું વેચાણ થઈ રહ્યુછે. વરસાદ થયા બાદ ભાવમાં વધારો થશે તદ્ઉપરાંત લોકોની રોજીંદી જરૂરીયાત વપરાશ એવા ટમેટા, ડુંગળી તથા લીંબુના ભાવોએ પણ ચાલુ વર્ષે રેકોર્ડ તોડ્યો છે