અમદાવાદની સુપ્રસિદ્ધ અને મોટી ફજી હોસ્પિટલમાં રાજ્યભરમાંથી અનેક દર્દીઓ આવતા હોય છે અને ઢગલાબંધ ઈમરજન્સી કેસ આવે છે. આ ઈમરજન્સીને પહોંચી વળવા અને રાજ્યભરના દર્દીઓની સુવિધા માટે ફજી હોસ્પિટલના નવા બિલ્ડીંગના ૨૦મા માળે હવાઈ માર્ગેથી તાત્કાલિક દર્દીઓને લાવી શકાય તે માટે હેલિપેડ બનાવવાની જાહેરાત અમદાવાદના મેયર ગૌતમ શાહે કરી છે.
હાલમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ચાલી રહેલા દિવ્યાંગ રત્ન એવોર્ડ કાર્યક્રમમાં મેયર ગૌતમ શાહે આ જાહેરાત કરી છે.
આ કાર્યક્રમનું આયોજન દિવ્યાંગોના સન્માન માટે કામ કરતા કલગી ફાઉન્ડેશન દ્વારા કરાયું છે. રાજ્યભરમાંથી આવતા ઈમરજન્સી કેસ તથા એક્સિડેન્ટ કેસમાં દર્દીઓને હેલિકોપ્ટર દ્વારા તુરત જ અમદાવાદની વીએસ હોસ્પિટલ લાવી શકાશે.
આ હેલિપેડનું ઉદ્ધાટન ઁસ્ નરેન્દ્ર મોદીના હસ્તે આવતા મહિને થશે.