ઔદ્યોગિક વિકાસ અને મૂડી રોકાણ માટે મહત્વની બની ગયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું અનુકરણ કરીને દેશના અન્ય રાજ્યો દ્વારા પણ ઇન્વેસ્ટર્સ સમિટ યોજવાનંશ શરૂ કર્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯ની વાઇબ્રન્ટ સમિટને દર વર્ષ કરતા અલગ પેટર્નથી યોજવાની કવાયત શરૂ કરી છે.
હવે દેશની મોટી કંપનીઓ ઉપરાંત વિદેશી કંપનીઓને આકર્ષવા માટે પણ રાજ્યો વચ્ચે સ્પર્ધા થઇ રહી છે જેમાં ગુજરાતે અગાઉના વર્ષો કરતા સારો દેખાવ કરવો અનિવાર્ય બન્યો છે. અત્યારસુધી શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સલામતી, સ્પષ્ટ અને પારદર્શક નીતિઓ, ઝડપી નિર્ણાયકતા, સિંગલ વિન્ડો સિસ્ટમ સહિતના મુદ્દાઓ હાઇલાઇટ કરીને ઉદ્યોગોને આકર્ષવામાં આવ્યા છે. પરંતુ હવે દેશના અનેક રાજ્યો ઉદ્યોગો અને વિદેશી મૂડી રોકાણને આકર્ષવા માટે વિવિધ સહાય જાહેર કરી રહ્યા છે. આવા સંજોગોમાં ગુજરાતને દેશના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન તરીકે પ્રોજેક્ટ કરવા માટે વાઇબ્રન્ટ સમિટને નવું સ્વરૂપ આપવા તેમજ કેવા પ્રકારની સહાય કે આકર્ષણો ઊભા કરી શકાય તેની વિચારણા સરકારે શરૂ કરી છે. તાજેતરમાં મળેલી મિટિંગમાં પણ આ મુદ્દાઓ અંગે વિચારણા કરાઇ હતી.
ગુજરાતને દેશના શ્રેષ્ઠ ડેસ્ટિનેશન તરીકે પ્રોજેક્ટ કરવા માટે વાઇબ્રન્ટ સમિટને નવું સ્વરૂપ આપવા તેમજ કેવા પ્રકારની સહાય કે આકર્ષણો ઊભા કરી શકાય તેની વિચારણા સરકારે શરૂ કરી છે. તાજેતરમાં મળેલી હાઇલેવલ મિટિંગમાં પણ આ મુદ્દા અંગે ચર્ચા કરાઇ હતી.