૧. સૌથી મોટો અને મહત્વનો કુંભમેળો ક્યા ભરાય છે? –
૨ ઓગસ્ટ ક્રાંતિ મેદાન ક્યા શહેરમાં આવેલ છે? –
૩ આગ બૂઝાવવા માટે કયો વાયુ ઉપયોગી છે? –
૪ સફેદ કોલસા તરીકે કોણ ઓળખાય છે? –
૫ શાયરોના નગર તરીકે કયું શહેર ઓળખાય છે? –
૬ કમ્પ્યુટર સ્ક્રિન પર એક સિંગલ પોઈન્ટને તમે શું કહેશો? –
૭ ભારતની શ્રેષ્ઠ મહિલા સ્વિમર હાલમાં કોણ છે? –
૮ રાજયસભાનું વિસર્જન કોણ કરી શકે છે? –
૯ પિરોટન ટાપુ કઈ નદીના મુખત્રિકોણ પ્રદેશ પર આવેલું છે? –
૧૦ સલમા ડેમ ક્યા દેશમાં આવેલો છે? –
૧૧ કયું રાજ્ય આંતરિક સુરક્ષા મુદ્દે કાયદો ઘડનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું? –
૧૨ ઉપનિષદોની સંખ્યા કેટલી છે? –
૧૩ કઈ ઋતુ વૈશાખ અને જેઠ મહિનામાં આવે છે? –
૧૪ કાત્યોકનો મેળો ઊંટની લે વેચ માટે જાણીતો છે તો આ મેળો ક્યા યોજાય છે? –
૧૫ હિરક મહોત્સવ ક્યારે ઉજવાય છે? –
૧૬ બંધારણીય સુધારા અંગેનો ખરડો કેટલામાં અનુ. માં છે? –
૧૭ કેગ (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)નો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? –
૧૮ પથ્થરની ભૂમિ એવો અર્થ ધરાવતું શહેર કયું છે? –
૧૯ કઈ ગ્રંથિ હાડકા અને પેશીના વિકાસ પર અસર કરે છે? –
૨૦ પુખ્ત વયની વ્યક્તિઓ માટે કેટલા કલાકની ઊંઘ પર્યાપ્ત છે? –
૨૧ તાનસેન પુરસ્કાર કઈ સરકાર દ્વારા આપવામાં આવે છે? –
૨૨ ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યારે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? –
૨૩ પ્રગતિ દિવસ ક્યારે ઉજવાય છે? –
૨૪ ૨૦૦૧ થી ૨૦૧૧ દરમિયાન ગુજરાતની વસ્તીવૃદ્ધિ દર જણાવો. –
૨૫ તાપી નદી ગુજરાતમાં કયા સ્થળે પ્રવેશે છે? –
૨૬ ૧૮૫૭ના વિપ્લવની શરૂઆત ગુજરાતમાં ક્યા સ્થળેથી પ્રવેશ કરે છે? –
૨૭ ગુજરાતમાં સૌથી મોટું વિન્ડફાર્મ ક્યા જિલ્લામાં આવેલ છે? –
૨૮ અસહકારનું આંદોલન કઈ સાલમાં થયું હતું? –
૨૯ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ કઈ તારીખે ઉજવાય છે? –
૩૦ ગુજરાતની ઔદ્યોગિક વસાહત તરીકે કયું સ્થળ જાણીતું છે? –
જવાબ : ૧. અલાહાબાદ ૨. મુંબઈ ૩. કાર્બન ડાયોકસાઈડ ૪. જળ ઊર્જા ૫. જૂનાગઢ ૬. પિકસેલ ૭. માના પટેલ ૮. ન થાય ૯. નાગમતી અને સાસોઇ ૧૦. અફઘાનિસ્તાન ૧૧. મહારાષ્ટ્ર ૧૨. ૧૧૮ ૧૩. ગ્રીષ્મ ૧૪. કચ્છ ૧૫. ૬૦ વર્ષે ૧૬. ૩૬૮ ૧૭. ૬ વર્ષ કે ૬૫ વર્ષ ૧૮. ધ્રાગંધ્રા ૧૯. પિચ્યુટરી ગ્રંથિ ૨૦. ૬ કલાક ૨૧. મધ્ય પ્રદેશ ૨૨. જ્ઞાની ઝૈલસિંહ ૨૩. દર મહિનાના ચોથા બુધવારે ૨૪. ૧૯.૨૮ ૨૫. હરણફાળ ૨૬. અમદાવાદ ૨૭. જામનગર ૨૮. ૧૯૨૦ ૨૯. ૧૦ ડિસેમ્બર ૩૦. અંકલેશ્વર