પર્યાવરણ પર્વની ડભોડા તેમજ ઇશનપુર દૂધ મંડળી ખાતે પૂર્ણાહુતિ

1563

વિશ્વ પર્યાવરણ દિવસ ૫ જૂનથી મધુર ડેરી દ્વારા શરૂ કરાયેલ પર્યાવરણ પર્વની ડભોડા તેમજ ઇશનપુર દૂધ મંડળી ખાતે પૂર્ણાહુતિ કાર્યક્રમ મા પશુપાલકોને સંબોધન કરતા મધુર ડેરીના ચેરમેનશ્રી ડો. રાણાએ જણાવ્યું કે ગુજરાત સરકારે ખુબ જ જાહેમતથી જળસંચય અભિયાન પૂર્ણ કરી પાણી પહેલા પાળ બાંધવાનું ઉમદા કામ કર્યું છે. જળ જમીન અને જંગલ ની માવજત એટલે  પર્યાવરણનું જતન. મધુર ડેરી દ્વારા છેલ્લા પાંચ દિવસથી ગામે ગામ રૂબરૂ મુલાકાત અને જાગૃતિ કાર્યક્રમ દ્વારા સહકારની મજબૂત ઇમારત એવી દૂધ મંડળીઓને આ ચોમાસામાં વધુ વૃક્ષો વાવી જેટલા પશુઓ તેટલા છોડ જેવો પર્યાવરણ મંત્ર આપ્યો છે. વૃક્ષ ઉછેરની સાથે સાથે તમામ મંડળીઓ તમાકુ વ્યસનમુક્ત બને તે માટે પણ જરૂરી કામગીરી કરવા દૂધ મંડળીઓના આગેવાનોને આહવાન કર્યું છે. ગુણવત્તાયુક્ત ગાંધીનગર ના મધુર સંકલ્પ હેઠળ દૂધ મંડળીઓ સ્વચ્છ પશુઓ, સ્વચ્છ દૂધ અને હવે સ્વચ્છ પર્યાવરણ તરફ આગળ વધે તે માટે મધુર ડેરી પ્રયત્નશીલ છે. આજના પર્યાવરણ પર્વ પૂર્ણાહુતિ સમારોહ મા ડભોડા ઇશનપુરના સભાસદો તેમજ જે ગામમાં પર્યાવરણ પર્વ ઉજવ્યું હતું તેવા તમામ દશ મંડળીઓ ના ચેરમેનશ્રીઓએ  હાજર રહી પર્યાવરણ જતન માટે સરકાર અને સહકાર સાથે મળી આ અભિયાન પાર પાડશે તેમ પણ ર્ડા. રાણા એ જણાવ્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપરિણિતાએ બે બાળકી સાથે નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું