વિચિત્ર વાત એ છે કે સરકારી રોડ વચ્ચે આવતી દેરી તોડવામાં બીક લાગતા તંત્ર દ્વારા દિવાલ ઉભી રાખવામાં આવી હતી અને બીક ગણો કે અંધશ્રધ્ધા પરંતુ ભણેલા સરકારી ઇજનેરો દુર કરતાં અચકાતા હતા.ગાંધીનગર સાયન્સ સેન્ટર ચલાવતા અનિલભાઇને આ ખબર પડતાં તેમણે પોતાના સોસીયલ મિડીયામાં આ કિસ્સો મુક્યો એટલું જ નહીં પરંતુ સ્થળ પર જઇ સરકારી સુપરવાઇઝરની હાજરીમાં એ દેરી દૂર કરી.
ગાંધીનગરમાં ગુડા દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. ત્યારે રોડ વચ્ચે નડતી દેરીને તોડવામાં આવી નથી. જ્યાંથી રોડને અધુરો રખાયો છે જાગૃત નાગરિક ે જાતે તોડી નાખી હતી.જેને દૂર કરવામાં અધિકારીઓ ફફડી ગયા હતા.
આસ્થાના કારણે અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા શ્રદ્ધાને કારણે દેરી દુર કરવાની જગ્યાએ રોડ વચ્ચે તેટલી જગ્યા છોડી દીધી હતી. ત્યારે શહેરના જાગૃત નાગરિક અનિલ પટેલે આ રોડ વચ્ચે રહેલી દેરીને સુપરવાઇઝરની હાજરીમાં દુર કરી હતી અને રોડને સંપૂર્ણ રીતે અડચણ વિના અને અકસ્માત ના થાય તે રીતે બનાવવા જણાવ્યુ હતુ.
અનિલ પટેલે કહ્યુ કે રોડ વચ્ચે રહેલી દેરીના કારણે ગુડાના અધિકારીઓએ તેને છોડી દિવાલ કરી હતી. જે વાહન ચાલકો માટે મોતનુ કારણ બની શકે છે. ત્યારે કોઇએ ઇંટો મુકીને દેરી બનાવી હતી. જેને અધિકારીઓ દુર કરી શકતા ન હતા. મેં જાતે મારા હાથે દેરીને દુર કરી .દેરીમાં માતાજીનો ફોટો કે દિવો પણ મુકાયો ન હતો. જ્યારે માતાજીનો કોપ હુ સહન કરવા માટે તૈયાર છુ.