ગુસ્તાખી માફ

1318

સરકારે માનવ-જીવસૃષ્ટિના ઘાતક પ્લાસ્ટિક ઉત્પાદન પર સીધો પ્રતિબંધ મુકવાની જરૂર છે !

વિશ્વ પર્યાવરણ દિવસ અનુસંધાને આ વર્ષે પ્લાસ્ટિક પ્રદૂષણ પર અંકુશ મેફ્રવીયેની થીમ નક્કી કરેલ છે અને વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૧૮ની વૈશ્વિક ઉજવણીનું યજમાન પદ ભારતને મળ્યું છે. ત્યારે ગુજરાત પણ વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુકુકુટમાં એક વધુ યશકલગી ઉમેરાય તે માટે રૂપાણી સરકાર રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની જેમ માનવજાત અને જીવસૃષ્ટિને માટે ઘાતક એવા પ્લાસટિક ઉત્પાદનો અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દે તો જ શક્ય બને. પરંતુ રૂપાણી સરકાર કે સરકારમાં બેઠેલા સનદી અધિકારીઓ આ બાબતે હિંમત બતાવી શકશે તે મોટો સવાલ છે.

સરકાર દ્વારા રાજ્યભરમાં વિશ્વ પર્યાવરણ દિવસે માનવી અને તેની ભાવિ પેઢી તેમજ જીવસૃષ્ટિ માટે ઘાતક એવા પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા સંબંધે વિવિધ સ્થફ્રોએ કાર્યક્રમો યોજી કરોડોનો ખર્ચ કરશે.પર્યાવરણ દિવસ પૂરો થઈ જાય પછી શું? લોકોને અને સરકારે જીવનભર માટે પ્રત્યેક દિવસને પર્યાવરણ દિવસ બનાવી દેવો પડશે નહિ તો એક દિવસ માનવજાત તો ખતમ થઈ જ જશે. પણ જીવસૃષ્ટિનો પણ નાશ થઈ જશે. લોકોએ વધુ જાગૃત થઈને કેન્સર સહિતના રોગો કરતી પ્લાસ્ટિક ચીજ વસ્તુઓનો ઉપયોગ બંધ કરી શરમ છોડી કપડા કે શણની થેલી,કાગફ્રની થેલીનો ઉપયોગ તેમજ ધાતુની વસ્તુઓમાં પેક ચીજ વસ્તુનો જ ઉપયોગ કરવો પડશે.  તાજેતરમાં તફ્રાવો,નદીઓ કેનાલોમાં સાફ સફાઈ કરવામાં આવી તેમાં મોટે ભાગે પ્લાસ્ટિ થેલીઓ,પીવાના પાણીના પાઉ,તેમજ બોટલો અને ઠંડા પ્ીણાની પ્લાસ્ટિક બોટલો,ગુટકાના પાઉચ કાંપ-ગંદગી સાથે નીકળ્યા જે લોકો માટે શરમજનક બાબત છે. ત્યારે હવે કાયમી જીવનભરનો નિશ્ચય કીએ કે જીવસૃષ્ટિ-જમીન-પાણી અને માનવજાત માટે ઘાતક પ્લાસ્ટિક ચીજ વસ્તુનો ઉપયોગ ન કરીએ.

અગત્યની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક પાઉચ પર જે પ્રતિબંધ મૂકી પ્લાસ્ટિક સામેના જંગમાં ઝુકાવ્યું છે તેનો અએમલ જો રાજ્ય સરકાર રાજ્યભરમાં કરે તો સરકાર માટે એક મોટી સફફ્રતા મળી તેમ કહેવાશે. રાજ્યભરમાં લાખોની સંખ્યામાં પાણીની પાઉચ તેમજ પાણી-ઠંડા પીણા કે ખાણી પીણીમાં,માલ-સામાન પેક કરવામાં પ્લાસ્ટિક પાઉચ-બોટલ,થેલીનો ઉપયોગ થાય છે. ત્યારે રાજકોટ મનપાનો પાણી પાઉચ પ્રતિબંધનો નિર્ણય કાબેલી દાદ છે. કારણ આ પાઉચ ગટરો દ્વારા નદી અને ખેતરોમાં પહોંચે છે જેનાથી ગટરો ઊભરાઈ જાય,નદીઓમાં પાણી અટકી જાય અને ગંદકી ફેલાય તો ખેતરમાં પહોંચી ફફ્રદ્રુપ જમીનની ફફ્રદ્રુપતા ખતમ કરે છે. ત્યારે સરકારે આવા ઘાતક અને નુકસાન કરતા પ્લાસ્ટિક બનાવટો ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આમાં કાંઈ લાંબુ વિચારવાની જરૂર નથી. માત્ર સરકાર રાજ્યભરમાં  ઘાતક પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરે તો દેશની અને રાજ્યની યશકલગીમાં વધુ એક કલગી ઉમેરાશે. સરકારમાં બેઠેલા સનદી અધિકારીઓને કે સરકારને કેમ આવા કડક પગલા ભરવાનું સુઝતુ નથી?

ખેડૂતો પર કોંગ્રેસે ગોળી ચલાવ્યા બાદ વર્ષોથી સરકારમાં આવી શકી નથી !!

જગતનો તાત અને ખરો પરસેવો પાડી દુનિયાના લોકોનું પેટ ભરનાર ખેડૂતને જો ધ્યાનમાં નહીં લેવામાં આવે તો ક્યારેય વિકાસ કે અજય દેશનું ભલું થવાનું નથી અને થતું નથી. મુળભુત પ્રોડક્શનના જીડીપીમાં તેનું હોય છે. બાકી બધા રીસાયકલીંગના ધંધા છે. ખેડૂતને જો પ્રોત્સાહન આપણા દેશમાં નહીં આપીએ તો દરેકે ભોગવવાનો વારો આવશે.

ભૂતકાળમાં કોંગ્રેસે ખેડૂત આંદોલન દાબી દેવા પામેલ અને સત્તાનો દુરઉપયોગ કર્યો હતો. જેમાં માઠાફળ આજે પણ સત્તાની બહાર રહેલી કોંગ્રેસને આવવા-જવા પડે છે. ર૦-રપ વર્ષથી સત્તાની બહાર ફેંકાઈ ગયેલ કોંગ્રેસને હવે ખબર પડી છે કે ખેડૂતોને સાથ આપવો કેટલો જરૂરી છે અને ભાજપે આ વાત ગાંઠ બાંધી લેવાની જરૂર છે કે ખેડૂતોને પોલીસ સત્તાના જોરે નાખવા જશે તો પાટીદાર એપીલોડ-નાનો હતો. આ તો ખેડૂતનો મોટો સમાજ છે. સત્તા મેળવવા ફાંસ પડી જશે અને ફેંક અગાઉ કોંગ્રેસે અપાવેલી ગોળીને લીધે સત્તા વિહોણી બની છે તેમજ તે પણ સત્તામાંથી ફેંકાઈને પાછી આવતા વર્ષે લાગી જશે માટે ખેડૂત-જગતના તાત, પૃથ્વીના ઉદ્દઘાટક મહેનત કરી અને આવા માનવીની પડખે રહેશો તો ચોક્કસ પૂણ્ય સાથે સત્તા પ્રાપ્ત થવાની છે. ઉદ્યોગપતિઓ પાસે ભલે કરોડો રૂપિયા હોય પરંતુ તેઓ પણ ભૂતકાળમાં કોઈ ખેડૂતના દિકરા છે તે ન ભુલવું જોઈએ !!

Previous articleદેરી દુર કરતા ગભરાયેલા તંત્રએ રોડ વચ્ચે દિવાલ રાખી દીધી
Next articleલાઠીમાં કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન