અમરેલી જિલ્લાની રાજુલા વન વિભાગમાં ફરજ રત મહિલા અધિકારીને બની બેઠેલા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા બદનામ કરવાના ષડયંત્રનો વન વિભાગે પર્દાફાશ કર્યો છે અને વાઈરલ થયેલ સમાચારો પાયા વિહોણા હોવાનું સાબીત કર્યું છે.
રાજુલા વન વિભાગમાં નવનિયુકત આરએફઓ તરીકે નિમણુંક પામેલ રાજલબેન પાઠક તથા તેમની ટીમની રૂટીન કામગીરીમાં રૂકાવટ ઉભી કરવા તથા બદનામ કરવાના આશય સાથે કેટલાક કહેવાતા પર્યાવરણ પ્રેમીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે રાજુલા વન વિસ્તારમાંથી છેલ્લા કેટલા કદિવસથી ર સિંહ બાળ વન કર્મીઓની બેદરકારીના કારણે લાપતા બન્યા છે. આ સમાચાર વાયુવેગે સોશ્યમિડીયા તથા વર્તમાન પત્રોમાં વાઈરલ થતા લોકોની જીજ્ઞાશા પ્રબળ બની હતી અને સમગ્ર મુદ્દે ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશો પણ છુટયા હતાં જે સંદર્ભે તંત્રએ હાથ ધરેલ તપાસમાં સિંહ બાળ ગુમ થયાની કોઈ ઘટના ઘટવા પામી ન હોવાનું ફલીત થયું હતું. અને બંન્ને સિંહ- પાઠડા વન વિભાગની નજર હેઠળ સહી સલામત હોવાનું ખુલતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. તથા અફવા ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા કમર કસી છે. સમગ્ર ઘટના અંગે જે કર્મીને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું છે. તે રાજલબેન પાઠકએ જણાવ્યું છે કે રાજુલા વન વિભાગમાં ચાર્જ ગ્રહણ કરતાની સાથે કેટલાક વિઘ્ન સંતોષી ઓ અકારણ કનડગત કરી રહ્યા છે. પરંતુ આવા તત્વોને ઝડપવ્યા તોડ જવાબ આપતા તેની કોઈ કારી ન ફાવતા તેઓ દ્વારા નવતર કિમીયો અજમાવી સોશ્યલ મિડીયાનો સહારો લીધો છે. પરંતુ તપાસમાં દુધનું દુધ અને પાણીનું પાણી થઈ ગયું છે. આવા આવારા તત્વોને બરાબરનો સબક શિખવીશ તેવું પણ તેમણે જણાવ્યું હતું.