પાલીતાણા થી બુઢણા ચાલતી એસટી બસ આજે સાંજના સુમારે સિહોરના બુઢણા ગામના નાળામાં પલ્ટી મારી જતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો પાલીતાણા ડેપોની એસટી બસ પાલીતાણાથી બુઢણા સટલ બસ નં જી.જે.૧૮ રૂા. ૮૬૮૮ આજે સાંજના સુમારે બુઢણા તરફ આવી રહી હતી તે વેળાએ ચાલક દ્વારા અચાનક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા બુઢણા ગામેં આવેલ નાળા પાસે પલ્ટી મારી જતા થોડીવાર માટે ભારે નાસભાગ અને હોહા મચી હતી જોકે એસટી બસના કંડકટરને સામાન્ય ઇજા થવા પામી હતી જ્યારે ચાલક અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો ઘટનાના પગલે બુઢણા ગામના રહીશો બચાવ માટે દોડી ગયા હતા અને ઘટનાની એસટી વિભાગમેં જાણ કરાઈ હતી અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.