મહુવા ખાતે સદભાવના પર્વ સમાપન પ્રસંગે મોરારિબાપુએ વ્યાખ્યાન આપતા કહ્યું કે પૂર્વગ્રહ, રાગદ્વેષ અને જડતાની ગ્રંથિ છુટવાથી સદભાવના સર્જાય છે અહિ સદ્ભાવના પદકની અર્પણવીધી થઈ હતી.
‘મારા સ્વપ્નનું ભારત’વિષય સાથે કૈલવાસ ગુરૂકુળ મહુવા ખાતે શુક્રવાર તા.૮ થી રવિવાર તા.૧૦ દરમિયાન યોજાયેલ સદ્ભાવના પર્વ-૯ના સમાપન પ્રસંગે પ્રારંભે વિશ્વગ્રામ સંસ્થાના વડા સંજયભાઈના સંકલન સાથે કાર્યકર્તાઓએ તેમના વિવિધ સામાજિક કાર્યોના રસપ્રદ તથા રોમાંચક અનુભવો વર્ણવ્યા હતા.
સદ્ભાવના પર્વ સમાપન પ્રસંગે મોરારિબાપુએ વ્યાખ્યાન આપતા કહ્યું કે ભૂતકાળને ભુલી જઈને વર્તમાનને માણી લેવો સંગઠનોના નામે સંકીર્ણ ન થવા તેમણે ટકોર કરી પૂર્વગ્રહ, રાગદ્વેષ અને જડતાની ગ્રંથિ છુટવાથી જ સદ્ભાવના સર્જાય છે તેમ કહ્યું સદભાવનાનું ઉગમ સ્થાન નિર્મળમન છે.
મોરારિબાપુ તથા મહાનુભાવોના હસ્તે ગુજરાત કાર્યક્ષેત્ર સંદર્ભે સદ્ભાવના પદકનીક્ષ મહેરૂન નિસાને તથા ભારત કાર્યક્ષેત્રે સંદર્ભે સદ્ભાવના પદક ફૈસલખાનને અર્પણવિધી થઈ હતી.
રતિલાલ બોરિસાગરના સંચાલન તળે આ સમાપન બેઠકમાં પ્રારંભે ભદ્રાબેન સવાઈદ્વારા પ્રાર્થના ગાન રજુ થયુ હતું.
સમાપન બેઠક પદક અર્પણવિધીમાં ડંકેશ ઓઝાએ સન્માનિતોનો પરિચય રજુ કર્યો હતો સન્માનિતો દ્વારા સુંદર અનુભવ પ્રતિભાવો વ્યક્ત કરાયા હતા. ત્રિદીવસીય સદભાવના પર્વમાં ગુજરાતના વિવિધ ભાગોમાં શિક્ષકરો કાર્યકરો જોડાયા હતા.