ભગવાન જગન્નાથજીની ૩૩મી રથયાત્રાનાં કાર્યાલયનું ઉદ્‌ઘાટન

1090

આગામી તા.૧૪ જુલાઈ અષાઢીબીજનાં રોજ ભાવનગર શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની ૩૩મી રથાયાત્રાનાં કાર્યાલયનું ઉદ્‌ઘાટન તથા ધ્વજારોહણ કાર્યક્રમ આજે સત્યનારાયણ મંદિર પાસે, કાળુભારોડ ખાતે સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનોથી ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

સમગ્ર દેશની ત્રીજા નંબરની અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આગામી તા.૧૪ જુલાઈનાં રોજ નિકળશે ત્યારે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આજે કાળુભા રોડ ખાતે કાર્યાલયનું ઉદ્‌ઘાટન તથા ધ્વજારોહણ યોજવામાં આવ્યો હતો જેમા નાની ખોડીયારનાં ગરીબરામ બાપુ, લલીત કિશોર દાસજી, રામચંદ્રદાસજી સહિત સંતો તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી તેમજ મહોત્સવ સમિતિનાં અધ્યક્ષ હરૂભાઈ ગોંડલીયા તથા આગેવાનો, નગરસેવકો કાર્યકરો, આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રંસગે સંતોે આર્શિવચન, આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

Previous articleપૂર્વગ્રહ, રાગદ્વેષ અને જડતાની ગ્રાંથિ છુટવાથી સદભાવના સર્જાય છેઃ મોરારિબાપુ
Next articleરેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પ