સરકાર સામે મોરચો ! રાજ્યભરમાં દૂધ અને શાકભાજી રસ્તા પર ફેંકી કોંગ્રેસ-ખેડૂતોનો વિરોધ

1402

ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને સંપૂર્ણ દેવા માફી સહિતની માંગણીઓ સાથે ગુજરાતના ખેડૂતોના આંદોલનને ટેકો આપવાની સાથે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, અમરેલી, ભરૂચ સહિતના શહેરોમાં જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં આજે રાજયભરમાં ઉગ્ર દેખાવો અને પ્રદર્શન કર્યા હતા એટલું જ નહી, હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કરી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યા હતા. રાજયભરમાં કોંગ્રેસના આંદોલનને પગલે આજે દેખાવો દરમ્યાન પોલીસે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના અનેક કોંગી નેતાઓ અને સેંકડો કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. જેને પગલે ખેડૂતોના મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોનું દેવુ માફ નહી કરો, નહી તો ભાજપની સરકારને દેશમાંથી સાફ કરો સૂત્ર સાથે સમગ્ર દેશમાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા દેખાવો અને આંદોલન કરાયા છે. ભાજપને જો ખરેખર જ ખેડૂતોની ચિંતા હોય તો, કોંગ્રેસની યુપીએ સરકારે જેમ ખેડૂતોના દેવા માફ કર્યા હતા.

તે જ રીતે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઇએ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી સહિતના આગેવાનોએ પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપની આંધળી, બહેરી અને મૂંગી સરકારને જગાડવા અને રાજયના ખેડૂતોને ન્યાય અપાવવા કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવી છે. ભાજપ સરકારની કૃષિવિરોધી અને ખેડૂત વિરોધી નીતિઓના કારણે આજે રાજયમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન સતત વધી રહ્યા છે.

તેમછતાં સરકારના પેટનું પાણી હાલતું નથી તે આઘાતજનક અને શરમજનક વાત છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને સંપૂર્ણ દેવા માફી સહિતની માંગણીઓ સાથે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, અમરેલી, ભરૂચ સહિતના શહેરોમાં જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં આજે રાજયભરમાં ઉગ્ર દેખાવો અને પ્રદર્શન કર્યા હતા એટલું જ નહી, હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ કરી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યા હતા. કોંગ્રેસના દેખાવો કાર્યક્રમોમાં સેંકડો કાર્યકરો અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા રસ્તાઓ અને હાઇવે પર જાહેરમાં દૂધ, શાકભાજી ઢોળી ઉગ્ર વિરોધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા હતા. જેને લઇ મોટાભાગના આ શહેરોના રસ્તાઓ અને હાઇવે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયા હતા. જો કે, પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં પોલીસે બળપ્રયોગ કરી વિપક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના અનેક નેતાઓ અને સેંકડો કોંગી કાર્યકરોની જુદા જુદા સ્થળોએથી દેખાવો દરમ્યાન અટકાયત કરી હતી. જો કે, કોંગી કાર્યકરો અને નેતાઓએ પોલીસની ધરપકડ વ્હોરી જેલ ભરો આંદોલનને સફળ બનાવ્યાનો દાવો પણ કર્યો હતો. કોંગ્રેસના આજના ઉગ્ર દેખાવો અને આંદોલનને લઇ રાજયભરમાં ફરી એકવાર ખેડૂતોને લઇ રાજકારણ ગરમાયું છે.

Previous articleસૌરાષ્ટ્રમાં કાળચક્ર : ૨ દુર્ઘટનામાં ૮નાં મોત
Next articleસેંકડો પડકારો સામે અડીખમ માલધારી….