દેશભરમાં ધરતીપુત્રોને સહકાર આપવા તથા પાકવિમા, વિજળી, બિયારણ વિગેરેમાં થતા ભ્રષ્ટાચાર સામે ધરતીપુત્રોને ન્યાય અપાવવા રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં આંદોલન ચલાવાઈ રહ્યાં છે. જેના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મહુવા શહેર તેમજ ગ્રામ્યના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. નેસવડ ચોકડી પાસે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન ૩પ જેટલા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.