સે.-૭માં વિધિવતરીતે વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમ

1356

પર્યાવરણ પર્વ નિમિત્તે વૃક્ષો વધુને વધુ ઉછેરવાના સંકલ્પ સાથે સેકટર – ૭/સી ખાતે સ્થાનિક નગર સેવક નાઝાભાઈ ઘાંઘર દ્વારા નાગરિકો તેમાય ખાસ વરિષ્ઠ નાગરિકોના હાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજયો હતો. વરસાદ પડે તે પહેલાં તેમના મત વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ વૃક્ષો વાવવાનું તેમને સંકલ્પ કરેલ છે. સેકટર – ૭, શીવશક્તિ મંદિર પાસે યોજાયેલા આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વિધિવત રીતે બ્રાહ્મણ દ્વારા પૂજા કરીને વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી. તેમની સાથે નાગરિકો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આમ પૂજન સાથે વાવેલા વૃક્ષો દ્વારા જનહિતના કલ્યાણની ભાવના સાથે કાર્યક્રમ પૂરો થયો હતો.

Previous articleનદી વિસ્તારમાં ફાઈટર મુકી માફીયાઓ દ્વારા રેતીનું ખનન
Next articleદહેગામ નગરપાલિકા દ્વારા પર્યાવરણ શુધ્ધિ યજ્ઞ અને વૃક્ષરોપણ કાર્યક્રમનું આયોજન કરાયું