ભાવનગર શહેર જિલ્લામાં સામાજીક અને પ્રવૃત્તિઓ કરતા સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા ગત વરસ ૨૦૧૭-૧૮માં ‘૨૫’ લોક ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમા બે રક્તદાન કેમ્પ, જરૂરીયાત મુજબના પરીવારોને અનાજ વીતરણ ઉનાળામાં ચંપલોનું વીતરણ રક્તપિત દર્દીઓને મદદરૂપ સરદાર પટેલ જયંતિ અને નિર્વાણ દિન કાર્યક્રમ ગાંધીજી જયંતિની ઉજવણી તેમજ રાષ્ટ્રીય મહાપુરૂષો તેમજ રાષ્ટ્રીય દિવસોની ઉજવણઈ કરેલ વિદ્યાદીપ વિમા યોજનાનો લાભ અપાવેલ પાણી બચાવો અભિયાન, નાળીયેરી રેસા તાલીમ વર્ગની બહેનોને સીલાઈ મશીનો વીતરણ, સ્વતંત્ર સેનાની પ્રસન્નવંદનભાઈ મહેતા ચોક નામાકરણ, બેતાળા ચશ્મા કેમ્પ, જિલ્લા જેલમાં બે કાર્યક્રમો નીરાધાર વીધવા બહેનોને સીલાઈ મશીનો વીતરણ કરાયા.
સરદાર યુવા મંડળ ભાવનગરના કાર્યક્રમમાં પ્રેદશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મેયર નીમુબેન બાંભણીયા પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, મહામંત્રી મહેશભાઈ રાવલ, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઈ બાંભણીયા ડે.મેયર મનભા મોરી, ચેરમેન સુરેશભાઈ ધાંધલીયા શીક્ષણ સમિતિ ચેરમેન નીલેશ રાવલ નગર સેવકો અભય ચૌહાણ, યુવરાજસીંહ ગોહિલ ડો.છાયાબેન પારેખ, રામદેવસિંહ ગોહિલ, વિશ્વ હિન્દુ પરિષદના કીરીટભાઈ મિસ્ત્રી, મહેલુભાઈ પંડ્યા, પુનીતભાઈ બ્રહ્મકુમાર નમ્રતાબેન, પ્રભાબેન પટેલ, શીશુવિહાર સંસ્થાના નાનકભાઈ ભટ્ટ, મોટર સંઘના બકુલભાઈ ચાતુર્વેદી ઉપસ્થિત રહેલ કાર્યક્રમોને સરળ બનાવવા માટે મંડળના ભરત મોણપરા, મનીષભાઈ પરમાર કાનજીભાઈ બાંભણીયા, ભરત મકવાણા, અશોક પંડ્યા સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.