હાર્દિક પટેલે રૂપાલ પહોંચી પલ્લીના દર્શન કર્યા, ઘી ચઢાવ્યું

837
gandhi1102017-1.jpg

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે વરદાયની માંની પલ્લી પ્રસંગે પલ્લી પર ઘી ચડાવ્યું હતું. હજારો કિલો ઘી માંની પલ્લી પર ભક્તો ચડાવે છે. આ પલ્લીનો ઇતિહાસ ખુબ જ અલગ છે.૨ જેલવાસ દરમિયાન રૂપાલ ગામના પટેલ પરિવારે મારી જેલમુક્તિની બાધા રાખી હતી. જે આજે ઐતિહાસિક દિવસે રૂપાલ ગામના પટેલ પરિવારને સાથે રાખીને બાધા પુરી કરી હતી. ૩ લાખથી વધુ લોકો પલ્લી પ્રસંગે હાજર રહ્યા હતાં. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતાં.વરદાયિની માતાજીના નામથી દેશ અને વિદેશમાં ખ્યાતિ પામનાર રૂપાલ ગામમાં હાર્દિક પટેલના પોસ્ટર લગાવાયા હતા. હાર્દિક પોતાની માનતા પુરી કરવા આવનાર હોવાથી પાટીદાર ટેકેદારોએ પોસ્ટર લગાવ્યા હતા.
જોકે પોલીસ દ્વારા પોસ્ટર ફાડી નાખવામાં આવ્યાં હતાં. સાથે મા વરદાયિનીના ફોટાને પણ ફાડવામાં આવતા ધાર્મિક લાગણી દુભાઇ છે. ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલા નહીં લેવાય તો જોવા જેવી થશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
હાર્દિક પટેલ માટે માનતા રાખવામાં આવી હતી જેના માટે હાર્દિક રૂપાલમાં યોજાયેલ પલ્લીમાં હાજરી આપી હતી. જ્યારે ઘી ભરેલા ટ્રેક્ટરમાં પણ ઉભો રહ્યો હતો અને હાર્દિક ઘીથી સ્નાન કરી લીધી હતું. જ્યારે ‘હાર્દિક હાર્દિક’ના નારા લાગ્યા હતાં. જોકે હાર્દિક પટેલ સહિત અન્ય પાટીદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleકેન્દ્ર પુરસ્કૃત ‘નેશનલ લાઈવસ્ટોક મિશન’ યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ
Next articleરૂપાલમાં પરંપરાગત પલ્લીના દિવ્ય માહોલમાં લાખો ભકતો ઉમટ્યા