૫૧ વૃક્ષોના વૃક્ષારોપણ સાથે ગ્રીનસીટી સીઝન-૮નો પ્રારંભ

1325

રવિવારે સવારે ૧૦ વાગે દક્ષિણામૂર્તિ પાસે ડો. શૈલેષભાઈ જાનીના સૌજન્યથી ૫૧ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી ગ્રીનસીટી સંસ્થાએ તેના ૮માં વર્ષના પ્રવેશની ઉજવણી કરી હતી. છેલ્લા સાત વર્ષ દરમિયાન ગ્રીનસીટીએ ભાવનગર શહેરમાં આશરે ૭૦૦૦ જેટલા વૃક્ષો ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કરી તેનો ઉચેર કર્યો છે. ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ અમારો ૧૧૦૦ વૃક્ષો વાવવાનો પ્લાન છે. અને આ માટે ભાવનગરના ઉદ્યોગપતિઓને આ કામ માટે અનુદાન આપી મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. શહેરમાં લોકો દ્વારા વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે માટે થોડા જ સમયમાં ગ્રીનસીટી દ્વારા વિનામુલ્યે રોપાઓનું વિતરણ શરૂ કરવામાં આવશે જે સોસાયટીવાળા પોતાની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરાવવા માંગતી હોય તેઓ ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠનો સંપર્ક કરી શકે છે. આ વૃક્ષારોપણ વિનામુલ્યે કરી આપવામાં આવશે. આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગ્રીનસીટીના દરેક સભ્ય દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Previous articleપાલીતાણામાં કેરીનાં રસનાં વેપારીઓને ત્યાં ફુડ વિભાગ દ્વારા દરોડાથી ચકચાર
Next articleવિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી સિહોર ન.પા. દ્વારા વૃક્ષારોપણ કરાયું