છેલ્લા આઠ દિવસથી પર્યાવરણ દિવસની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે નગર પાલિકા તંત્ર અને સેનિટેશન વિભાગ દ્વારા પર્યાવરણને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેની સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે. ત્યારે આ બધા માઠા પરિણામોમાંથી એક માત્ર વૃક્ષો(જંગલો) જ બચાવી શકે તેમ છે.તેથી વધુ ને વધુ વૃક્ષા રોપણ થાય અને લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો ના ભાગરૂપે આજે નગર પાલિકા સેનિટેશન વિભાગના આંનદ રાણા ભરત ગઠવી અને તંત્ર વિભાગ દ્વારા સિહોરના બગીચામાં વૃક્ષારોપણ કરાયું હતું જેમાં તંત્ર વિભાગના અધિકારી પદા-અધિકારી નગર પાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી ભાજપ કોંગ્રેસના નગર સેવકો જોડાયા હતા. સાથે સાથે નુકશાન કરતું પલાસ્ટિક નહિ વાપરવાની ખાતરી આપનાર વેપારીની સાથે વૃક્ષ રોપાના દાંતા શ્રી રવિભાઈ વાઘેલાને બહુમાન કરી સાલ ઓઢાડીને સન્માનિત કરાયાં હતા