ગાંધીનગર આમ તો નિઃસાસાનું નગર ગણાય છે જયાં રહેનાર સુખી નથી થતો તેવી કહેવત છે પરંતુ તે જ સરકાર સંકુલમાં જુના સચિવાલયમાં આવેલ લીંમડાની એક ડાળ પર તાંતણાની સહારે, પાતળી ડાળીના ટોચે આખુ મધનું ગૃહ અસ્તિત્વ ધરાવી રહ્યું છે અને કેમેરાની આંખે ચડયું છે. કહે છે ને ડૂબતો તરણું શોધે પરંતુ અહી તો આખી કોલોની તરણાને સહારે મસ્તીથી જીવન જીવી રહેલી જોવા મળી રહી છે અને આવી સ્થિતિમાં આમ તો જોનાર તથા પસાર થનાર કાંકરીચાળો કર્યા વગર રહે નહીં. મનુષ્યનો સ્વભાવ છે ને !! પરંતુ અહીં તો મધમાખીની કોલોની હોવાને નાતે ભય ને કારણે એવું પણ કરનાર મળ્યો નથી. તેથી જાણે હવામહેલમાં રહેઠાણ હોય તેવું અદભૂત દૃશ્ય બેઘડી આંખને ઠારી કુદરતની કમાલને, કુદરતને ફરી એક વાર સલામ કરવાનું મન થયા વગર રહે નહિં..