નવરાત્રીના નોમના દિવસે રૂપાલમાં બિરાજેલી મા વરદાયિની માતાજીની પલ્લી નિકળી હતી. લાખો ભકતોએ પલ્લીના દર્શન તેમજ ઘી ચઢાવવાનો લ્હાવો લીધો હતો. તે દિવસે તે ગામના સગા સંબંધીઓ પણ પોતાના સગાને ત્યાં પલ્લીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આવી પહોચ્યા હતા. આમ દિવ્ય વાતાવરણમાં પરંપરાગત રીતે પલ્લીનો નજારો અને ભકતોનું ઘોડાપુરથી એક દિવ્ય માહોલ ઉભો થયો હતો. ભક્તો દ્વારા ઘીનો અભિષેક કરાયો હતો. ત્યારે ગામના રસ્તાઓ ઉપર ઘીની નદીઓ વહે છે. આ વખતે પણ ભક્તોએ માંનેલી માનતાઓ પુરી કરવા રાજ્યભરમાંથી ભક્તોની કીડીયારૂ ઉભરાયું હતુ. રૂપાલ તરફ જતા માર્ગ પર સમી સાંજથી જ ભક્તોનો પ્રવાહ નદીના પ્રવાહની વહેતો થયો હતો. ત્યારે રૂપાલ ગામનુ વાતાવરણ દીવ્ય બની ગયું હતું.
નોમના દિવસે રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યના લોકો માતાજીના દર્શનાર્થે આવીને શિશ ઝુકાવે છે. રાત્રીના ૧૨ના ટકોરે ધાર્મિક વિધિ પ્રમાણે માતાજીની પલ્લી કાઢવામાં આવે છે. આ વખતે પણ મુહરત પ્રમાણે જ પલ્લીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શુક્રવાર સમી સાંજથી રૂપાલ તરફના માર્ગો ઉપર ઉપર ભક્તોનુ કીડીયારુ ઉભરાતુ હતું. લોકોના અવિરત પ્રવાહથી ભક્તો વાતાવરણ દીવ્ય બની ગયું હતું. ભક્તો જય વરદાયિની માતાના નામના જય ઘોષ કરતા પગપાળા દર્શનાર્થે આવતા જોવા મળતા હતાં.
પોલીસ દ્વારા તમામ વાહનોની તપાસ કરવામાં આવતી હતી. જ્યારે વહીવટી તંત્ર દ્વારા કોઇ અનિચ્છનિય બનાવ ના બને તેની તકેદારી રાખવામા આવતી હતી. ફૂડ વિભાગ દ્વારા ઘીના નમૂના લેવામાં આવતા હતાં. જ્યારે ભક્તો પલ્લી નિકળવાની રાહ જોતા હતા. વર્ષોથી રૂપાલમાં નોમના દિવસે માતાજીની પલ્લી નિકળે છે. ત્યારે પલ્લીની શરૂઆત ઉનાવા ગામના ઠાકોર સમાજના લોકો યજ્ઞ કુંડમાં કુદવાની પરંપરા બાદ રૂપાલની પલ્લી નિકળે છે.
પલ્લીના પર્વને પગલે ગામમાં ૧૬ સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા હતા. કંટ્રોલ રૂમમાંથી મેળામાં આવતા લોકોની હિલચાલ ઉપર નજર રાખવામાં આવી હતી.