ઘોઘા મામલતદાર કચેરીમાં એવરોન લોજીસ્ટીક પ્રાઈવેટ લી. કંપની દ્વારા ઈ સ્ટેમ્પિંગનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે. જેના ઓપરેટરોની ભારે અનિયમિતતાના કારણે અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઘોઘા તાલુકાના મામલતદાર કચેરી ખાતે આવકના દાખલા સહિત અગત્યના દસ્તાવેજ માટે મોટીસંખ્યામાં અરજદારો આવતા હોય છે ત્યારે ઓપરેટરોની અનિયમિતતાનો ભોગ નિર્દોષ અરજદારો બને છે. આ અંગે સત્તાવાળ તંત્ર યોગ્ય કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.