જિ.પં.ની ખાસ સભાના વિરોધ સાથે વિપક્ષોનો વોકઆઉટ

1777

ભાવનગર જિલ્લા પંચાયતની સા.સભાની એક બેઠક પ્રમુખ સંજયસિંહ સરવૈયાના પ્રમુખસ્થાને મળી હતી. બેઠકમાં જિ.વિકાસ અધિ.વરૂણકુમાર બરનવાલ વિગેરે હાજર રહેલ. આજની બેઠક અર્ધો કલાક મોડી શરૂ થઈ હતી.

મળેલી આ બેઠકમાં શરૂઆતમાં વિપક્ષ ભાજપ નેતા આર.સી.મકવાણા અને ભરતભાઈ હડીયાએ એવો વિરોધ વ્યકત કર્યો કે, આવી ખાસ સભા શા માટે બોલાવી તમારા સ્વાર્થ માટે આ સભા બોલાવી છે. આમા કંઈક ગંધ આવે છે, આવી વગત જણાવી નેતા સહિત ભાજપના બધા સભ્યો વિરોધી નોંધ કરી વોક આઉટ કરી ગયા હતા. વિપક્ષના સભ્યો વોક આઉટ કરી ગયા પછી અધ્યક્ષે સભા ચલાવી આ સભામાં વિકાસના કામો અને પ્રશ્નોતરી અને તંત્ર સામેની સભ્યોની ફરીયાદો રજુ થવા પામેલ. આ રજુઆત સામાજીક ન્યાય કમિટી ચેરમેન સોસાએ લોકોને મકાનોની સનંદો દેવાતી નથી, વહિવટી તંત્ર ભ્રષ્ટાચ્ચારને પોસે છે, કુંભણ ગ્રામ પંચાયત ચેરમેને પ્રશ્ન નહી પતે તો ઉપવાસ પર બેસવાની તંત્રને ચીમકી આપી હતી.

સંજયસિંહ સરવૈયાએ વિપક્ષની રજુઆત મુદ્દે કહયુ કે, તમે વિરોધ કરો તેની સામે વાંધો નથી પણ વિરોધ પણ સાચો કરો અને વિકાસ કામોને ગતિશીલતા આપો, તમને વહિવટી તંત્ર અંગે સાચા લોક પ્રશ્નો તમે પ્રશ્નોતરીમાં રજુ કરવા તક આપીએ છીએ, ખોટી રાજકિય દખલ કરો, તેમણે અધ્યક્ષ સ્થાનેથી વિકાસના કામો માટે સભ્યોને મોટી રકમ દેવા ઠરાવ થાય છે. આ સર્વોપરી બોર્ડ છે. રાજય સરકારની બ્રાંચ નથી, તેમ પણ પ્રમુખે તેની વાતમાં જણાવ્યું હતુ.

સભ્ય અને નાયબ જિલ્લા વિકાસ અધિ.સી.સી.પટેલ વચ્ચે પ્રશ્નો અંગે ઉગ્ર ચર્ચા થવા પામેલ. પ્રમુખે કહ્યુ કે, અમે બોર્ડમાં ઠરાવ કરીને અધિકારીને પરત સરકારમાં મોકલવાની માંગણી કરી શકીએ છીએ. એક સભ્ય દ્વારા જી.પી.એફ.ના કર્મ.ના પૈસા કપાત કર્યા બેંકમાં તેના ખાતા જ નથી. જિ.વિકાસ અધિ.એ તપાસ કરવા જણાવેલ. એક મહિલાએ એવો પ્રશ્ન ઉઠાવ્યો શું અમે દલિત છીએ એટલે અમારા કામ નથી થતા. આજની બેઠકમાં નિર્મળાબેન જાની, પ્રતાપસિંહ મોરી, સુરજીતસિંહ ગોહિલ વિગેરેએ પ્રશ્નોતરીમાં પ્રશ્નો રજુ કર્યા હતા. નાય.જિ.વિકાસ અધિકારી સી.સી.પટેલ અને સભ્ય વચ્ચે જીભા જોડી થતા જિ.વિકાસ અધિ.એ અધિકારીને શાંત રહેવાની જરૂરી સુચનાઓ પણ આપી હતી. વિકાસ કામો માટે રૂા.બે કરોડની જોગવાઈ કરતો ઠરાવ અધ્યક્ષ પદેથી પાસ થયેલ. મળેલ બેઠકમાં કારો.કમિટી ચેરમેન ગોવિંદભાઈ મોરડીયા, પદુભા ગોહિલ, કે.કે.ગોહિલ વિગેરે પણ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધેલ.

Previous articleગાંધીનગર ખાતે એકતા મંચ દ્વારા એક દિવસીય પ્રતિક ઉપવાસ યોજાયા
Next articleબોટાદમાં PSI, કોસ્ટેબલ લાંચ લેતા ઝડપાયા