પીપાવાવ જમીન મુકતી આંદોલનનો સાંજે પ૦મો દિવસ જેમાં ૩પ દિવસથી (પ) આમરણાંત ઉપવાસીઓમાં જીલુભાઈ બારૈયા ભાજપ સક્રિય કાર્યકર, માલુભાઈ સાંખટ માંધાતાગ્રુપ પ્રમુખ ભાંકોદર સાદુળભાઈ શિયાળ, બાબુભાઈ સાંખટ, આતુભાઈ શિયાળ સરકારની આંખ ખોલવા આમરણાંત ઉપર બેસી ગયેલ તેની સાથે ૧ મહિલાનું મોત પણ થયેલ તેમ છતા સરકારની આંખ ન ખોલતા ગામના તેમજ સમાજના આગેવાનો દ્વારા આ પાંચ આમરણાંત ઉપવાસીઓને પારણા કરાવ્યા જેમાં ગામના સરપંચ તથા આંદોલનકારી અશોકભાઈ ભાલીયા, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, રણછોડભાઈ બાંભણીયા, મુકેશભાઈ કાંમ્બડ, સંતોષભાઈ ગુજરીયા, આતુભાઈ ભાલીયા સહિતના આગેવાનો હાજર રહેલ. કલેકટર દ્વારા પીપાવાવના ૩૬ જમીન દબાણકારો જીએચસીએલ સહિતને આપેલ શરત ભંગ કારીઓની સુનાવણી રાખેલ હવે કલેકટર સરકાર પાસેથી શું નિર્ણય આવે તેની ઉપર સૌની મીટ મંડાયેલ છે. કલેકટરે સરકારમાં નિર્ણય લેવા પ્રોસીઝર શરૂ કરી અને નિર્ણય કદાચ ગ્રામવસીઓ તરફ પણ આપે તો જીએચસીએલ જેવી મહાકાય કંપની કોર્ટમાં જાય અને કોર્ટમાં આ કેસનો કેટલા વર્ષે અંત આવે તેનું પણ વિચારવાનું રહ્યું માટે હજી જ્ઞાતિ આગેવાનો આગળ આવે અને કોઈ સંજોગો સમાધાનનો રસ્તો અપનાવે તેમ જ્ઞાતિના રાજુલા અને જાફરાબાદના મુખે લોક ચર્ચાએ જોર પકડયું છે.