૧ ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ કોણે લખ્યું? –
૨ ગુજરાતી ભાષામાં સ્નેહરશ્મિ દ્વારા પ્રથમ હાઈકુ કયું લખાયું હતું? –
૩ સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ કોનો જીવનમંત્ર હતો? –
૪ ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર સાહિત્યકાર કોણ છે? –
૫ ક.મા. મુનશીએ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના ક્યારે કરી હતી? –
૬ એક સપ્તાહના પ્રથમ ૪ દિવસનું સરેરાશ તાપમાન ૩૫ સે. છે તથા અંતિમ ૪ દિવસનું સરેરાશ તાપમાન ૩૯ સે. છે. આખા સપ્તાહનું સરેરાશ તાપમાન ૩૭ સે. હોય તો ચોથા દિવસનું તાપમાન શોધો. –
૭ ૩૬ માણસો એક કામ ૨૫ કલાકમાં કરે છે તો ૧૫ માણસો કેટલી કલાકમાં એક કામ પૂરું કરે? –
૮ ૧ થી ૨૫ સુધીમાં કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી? –
૯ બેડમિન્ટનની ટુર્નામેન્ટમાં ૭ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. દરેક ખેલાડી અન્ય ખેલાડી સાથે એક એક મેચ રમે તો કુલ કેટલી મેચ રમે? –
૧૦ ૧ અને ૧૦૦ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા મળે? –
૧૧ ઓલિમ્પિક રમતમાં મહિલાઓએ સૌપ્રથમ ભાગ ક્યારે લીધો? –
૧૨ વિશ્વકપ ફૂટબોલમાં સૌથી વધુ વખત વિજય થવાનું ગૌરવ ક્યા દેશને પ્રાપ્ત થયું? –
૧૩ પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ક્યારે રમાઈ? –
૧૪ ઓલિમ્પિક રમતમાં કઈ રમત માટે બેલ વાર્કર કપ આપવામાં આવે છે? –
૧૫ નીચેનામાંથી રમત ગમત (૨૦૧૮ના કપ) વિશે અયોગ્ય જોડકું શોધો? –
૧૬ શ્રવણનું મૃત્યુ કોના દ્વારા થયું હતું? –
૧૭ ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્ય પાસેથી ગુરુ દક્ષિણામાં શું માંગ્યું હતું? –
૧૮ ગ્રામ પંચાયતનું વહીવટી કાર્ય કોણ કરે છે? –
૧૯ ભાવનગરની ઉત્તરે કયો ડુંગર આવેલો છે? –
૨૦ ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલા ભાગને શું કહે છે? –
૨૧ સીએનજીમાં કયો વાયુ હોય છે? –
૨૨ વીજળીના સાધનો તથા તાર બનાવવા કયા ખનીજનો ઉપયોગ થાય છે? –
૨૩ નર્મદા અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ ક્યા નામે ઓળખાય છે? –
૨૪ ભોજપત્રો બનાવવા ક્યા વૃક્ષની છાલનો ઉપયોગ થાય છે? –
૨૫ દ્ગછ્ર્સ્ં સંસ્થા ક્યા આવેલી છે? –
૨૬ ભીમ બેટકા ક્યા રાજ્યમાં આવેલ છે? –
૨૭ સિંહ ગર્જના ક્યા સમયે વધારે સંભળાય છે? –
૨૮ કૃષિ વિશે માહિતી મેળવવા માટે હેલ્પલાઈન નંબર કયો છે? –
૨૯ સિદ્ધાર્થને જ્ઞાનપ્રાપ્તિ ક્યારે થઇ હતી? –
૩૦ સંસ્કૃત મહાકવિ બાણભટ્ટ કોના દરબારમાં હતા? –
જવાબ : ૧. ભોજા ભગત ૨. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ૩. ગાંધીજી ૪. કાકાસાહેબ કાલેલકર ૫. ૧૯૩૮ ૬. ૩૭ સે ૭. ૬૦ કલાક ૮. ૯ ૯. ૨૧ ૧૦. ૮ ૧૧. પેરિસ (૧૯૦૦) ૧૨. બ્રાઝિલ ૧૩. ૧૯૭૧ ૧૪. મુક્કાબાજી ૧૫. ક્રિકેટ – ન્યુઝીલેન્ડ ૧૬. દશરથ રાજા દ્વારા ૧૭ જમના હાથનો અંગૂઠો ૧૮. તલાટી કમ મંત્રી ૧૯. ખોખરા ૨૦. ભૂશિર ૨૧. મિથેન ૨૨ તાંબું અને પિત્તળ ૨૩. કાનમ ૨૪. ભૂર્જ ૨૫. કોલકાતા ૨૬. મધ્ય પ્રદેશ ૨૭. સૂર્યાસ્ત પછી એક કલાકમાં ૨૮. ૧૫૫૧ ૨૯. વૈશાખી પૂનમ ૩૦. હર્ષવર્ધન