રૂપાણીએ જણાવ્યું હતું કે, બધા જ જિલ્લા કલેક્ટરો ડીડીઓ એસ.પીને દર મહિને ૮થી ૧૦ મુદ્દાઓ ફોક્સ પોઇન્ટ તરીકે આપીને એ અંગે એમના જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરાશે. આવા ફોકસ એરિયામાં શ્રેષ્ઠ દેખાવ માટેની હેલ્થી કોમ્પિટિશન થશે અને અધિકારીઓની એફિસિયન્સીનું સતત મોનટરીંગ પણ શક્ય બનશે. આના પરિણામે કાર્યદક્ષતા વધશે. આ ડેશ બોર્ડમાં હાલ ૧૭૦૦ જેટલા પેરામીટર્સ અને ઇન્ડીકેટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના સંદર્ભમાં જિલ્લા તાલુકા વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા તલસ્પર્શી રીતે હાથ ધરીને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કામગીરી અંગે સતત સૂચના અને દેખરેખ રખાય છે.
રૂપાણીએ જણાવ્યું કે, સર્વેલન્સ સિસ્ટમથી રાજ્યમાં કયા સ્થળે કઇ સ્થિતિ છે? તે પણ મુખ્યમંત્રી સ્તરે જાણી શકાય છે. ઉપરાંત નેશનલ પેરામીટર્સમાં પણ મોનિટરીંગ કરીને ગુજરાત એમાં આગળ રહી સ્પર્ધા કરી શકે તે માટે પણ સજ્જ થઇ શકાશે. મોટા પ્રોજેક્ટના અમલીકરણ ફોલોઅપ અંગે પણ ડેશ બોર્ડ ઉપયોગી બનશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, સીએમ ડેશ બોર્ડ માર્ગદર્શક બનશે અને તે અનુસાર વિભાગો તથા જિલ્લાઓ કામગીરી કરશે.