ઈલેકટ્રીક બસ દોડાવવાની યોજના પુરી થઈ નથી ત્યાં ઈલેકટ્રીક રીક્ષાનો નવો પ્રોજેકટ

2483

પાટનગરમાં બેટરી ચાલિત ઇલેક્ટ્રિક રીક્ષાઓ ફરતી જોવાશે. સરકારના પ્રવાસન નિગમ દ્વારા ગાંધીનગર સહિતના શહેરો માટે આ યોજના અમલી કરવામાં આવનાર છે. તેમાં ગાંધીનગરમાં પ્રથમ તબક્કે ૨૦ રીક્ષા દોડતી થશે. તમામ ખર્ચ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉઠાવવામાં આવશે, પરંતુ તેનું સંચાલન અને જાળવણીની જવાબદારી મનપાને સોંપવામાં આવશે. શહેરમાં મહાત્મા મંદિર, અક્ષરધામ, બાલોદ્યાન, સરિતા ઉદ્યાન, નેચર પાર્ક અને રેલ વે તથા બસ સ્ટેશન પર ઇ રીક્ષા મુકાશે.

દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, ચેન્નઇ, કલકતા જેવા મહાનગરોમાં ઇલેક્ટ્રિક રીક્ષાનો કોન્સેપ્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. પ્રવાસન નિગમ દ્વારા અમદાવાદ સ્થિત કંપની સાથે ઇ રીક્ષા માટેના કરાર કરવામાં આવ્યા છે અને અમદાવાદ તથા ગાંધીનગર ઉપરાંત શહેરોમાં રીક્ષાઓ મુકવામાં આવનાર છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે સરકારી વિભાગની આ યોજનાનો સ્વાભાવિક જ અમલ કરાશે અને મહાપાલિકા તેની દરખાસ્ત પર નિર્ણય કરશે. જો કે તેને આખરી મંજુરી સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવશે.

પ્રવાસન નિગમ તરફથી અંદાજીત રૂપિયા ૧.૨૫ લાખની ૧ એવી ૨૦ ઇ રીક્ષા અપાશે. એકવાર ચાર્જ થયા પછી ૮૦ ક્લોમીટર ચાલતી આ રીક્ષાને દરરોજ ચાર્જ કરવા માટેની અને રાત્રે પાર્ક સુવિધા મહાપાલિકાએ આપવાની રહેશે

ઇ રીક્ષા ચલાવીને કમાણી કરવાનો હેતુ નથી. પરંતુ તેનું ચાજ’ગ અને મેન્ટેનન્સ ઉપરાંત ડ્રાઇવરના પગાર સહિતનો ખર્ચ નીકળે તેના માટે ચોક્કસ રૂટ પર જ દોડનારી રીક્ષામાં મુસાફર પાસેથી ૧૦ રૂપિયા જેવું મામુલી ભાડું વસૂલાશે. ઇલેકટ્રિક બસની યોજના પુરી થઇ નથી

મહાપાલિકાએ નગરમાં ઇલેક્ટ્રિક બસ દોડાવવાની યોજના પર કામ કર્યુ હતું. અને તેના માટે આગળના વર્ષોના બજેટમાં નાણાની પ્રાથમિક જોગવાઇ પણ કરાયા પછી આ યોજના કાગળ પરથી ધરતી પર લાવવામાં આવી ન હતી. અને હવે શહેરમાં મહાત્મા મંદિર, અક્ષરધામ, બાલોદ્યાન, સરિતા ઉદ્યાન, નેચર પાર્ક અને રેલવે તથા બસ સ્ટેશન જેવા જાહેર સ્થળો પર ઇ રીક્ષા મુકવામાં આવનાર છે. દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, ચેન્નઇ, કલકતા જેવા મહાનગરોમાં ઇલેક્ટ્રિક રીક્ષાનો કોન્સેપ્ટ અમલમાં મુકવામાં આવ્યો છે.

પાટનગરમાં સીએનજી બસ જ ચલાવવા ભૂતકાળમાં નિર્ણય લેવાયો હતો અને એસટીની પોઇન્ટની બસોને પણ સીએનજી કરાઇ હતી. ત્યારે વાયુ અને અવાજના પ્રદુષણને નિયંત્રણમાં લેવા ઇ રીક્ષા દોડાવાશે

Previous articleદહેગામમાં ઝુંપડાવાસીઓને મકાન આપવા નાણાં લઈને રઝળાવી દીધા
Next articleબે ગાડી અને ૮.૩ર લાખના વિદેશી દારૂ અને મુદામાલ સાથે આરોપી ઝડપાયો