ગાંધીનગર અમદાવાદ હાઈવે પર ભાટ પાસેથી પોલીસે ઈકો ગાડી તથા સ્વીફટ ડિઝાયરને રોકીને તપાસ કરતાં મોટા જથ્થામાં પરપ્રાંતિય દારુ મળી આવ્યો હતો.
ઈકોના ડ્રાઈવર હાર્દિક ગણપતભાઈ રાઠોડને ઝડપી પાડયો હતો જયારે સ્વીફટનો ડ્રાઈવર ગાડી મુકીને નાસી છુટયો હતો. આ બંન્ને ગાડીમાંથી વિદેશી દારૂ કિંમત રૂ. ૧,૮ર,૧૦૦ જેમાં પ૭૬ જીનની બોટલ અને વ્હીસ્કીની ૩૧ બોટલ મળી કુલ રૂ. ૮.૩ર લાખનો વિદેશી દારૂ અને મુદામાલ જપ્ત કરી અડાલજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.