વેરાવળમાં મુસ્લીમ સમાજના રમઝાન માસના પવિત્ર માસમાં પાંચ વર્ષના મોહમદ સામુલ મોહસીન ખાન નામના બાળકે ખુદાની ઇબાદત કરી હતી.
રમઝાન માસમાં દરેક મુસ્લીમ બિરાદરો ખુદાની બંદગી કરવામાં મશગુલ બની જતા હોય છે. ધમધોખતી ગરમીમાં રોઝા રાખવા મુશ્કીલ હોવા છતાં આ આકરી ઇબાદત મુસ્લીમ સમાજના લોકો કરતા હોય છે. ત્યારે વેરાવળના પાંચવર્ષના બાળક મોહમદ સામુલ મોહસીન ખાને ૨૬મું રોઝુ રાખી ખુદાની ઇબાદત કરે હતી. જેમાં વ્હેલી સવારે ચાર કલાકેથી રોઝુ રાખી સાંજે ૭.૩૦ કલાકે રોઝુ ખોલવાનું હોય છે ત્યારે આવી આકરી ઇબાદત સાથે પાંચ વાર નમાઝ પણ અદા કરી હતી.