આશાવર્કરની બહેનો દ્વારા સરકારના પુતળાનુ દહન કરાયું

696
bvn1102017-11.jpg

અમે ભાવનગર જિલ્લાની આશાવર્કર બહેનો ચંદ્રીકા સોલંકીના નેતૃત્વમાં છેલ્લા દોઢ વર્ષથી બંધારણનો અધિકાર સમાનકામ સમાન વેતન મેળવવા માટે લડત આપી રહ્યા છે અને છેલ્લા ૯ દિવસથી ગુજરાત રાજ્યના ૨૨ જિલ્લામાં બહેનો આશાવર્કર બહેનો પ્રતીક ઉપવાસ પર બેઠા છે. પણ સરકારના પેટનું પાણી પણ હલતુ નથી જેથી આજે આ શોષણ રૂપી રાવણના પુતળાનું શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે દહન કરવામાં આવ્યુ હતું.  ૨ ઓકટોબર હોવાથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસી અને અન્ન જળનો ત્યાગ કરવાની આશા વર્કર બહેનો દ્વારા ચીમકી આપવામાં આવી છે.

Previous articleપાલીતાણામાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ
Next articleદુર્ગાવાહીની દ્વારા શસ્ત્રપુજન તથા હવનનો કાર્યક્રમ યોજાયો