ફેસબુક પર મોગલમાં વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે પગલાની માંગણી

1333

ફેસબુકનાં માધ્યમથી ચાલતાં એક ગ્રુપમાં ગઢવી સમાજ સહિત અસંખ્ય સમાજના માતાજી માં મોગલ સામે અયોગ્ય લખાણ લખ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. જેનાં સંદર્ભે સિહોર મામલતદારને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે સિહોરમાં અસંખ્ય ભક્તો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં ગઢવી સમાજ સહિત સમસ્ત હિન્દૂ સમાજનાં પુજનીય મોગલમાં વિરુધ્ધ ટિપ્પણી કરનારા સામે કડક સજા કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો ગત સપ્તાહમાં ફેસબુકનાં માધ્યમથી કેટલાંક લોકો દ્વારા સમસ્ત હિન્દૂ સમાજના પુજનીય માં મોગલ માતાજી વિશે એલફેલ, અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે. ફેસબુક પર ચાલતા ગ્રુપમાં આ પ્રકારની આચરણ કર્યાની ફરિયાદ ઉઠી છે. જેમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા અયોગ્ય ટિપ્પણી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. જેને લઈ સમસ્ત વિશ્વમાં ફેલાયેલા ચારણ-ગઢવી સમાજ તેમજ સમસ્ત સમાજની ઘણી કોમ તથા જ્ઞાાતિનાં લોકો જે મોગલ માતાજીને પુજે છે તેમની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાઈ છે જેને લઈ આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Previous articleટીબીના દર્દીઓને પ્રોટીન યુકત આહાર
Next articleબરવાળામાં પોલીસની કનડગતથી વેપારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી