બુધેલ ચોકડી નજીક ટ્રક ડ્રાઈવર પર બે શખ્સોનો છરી વડે જીવલેણ હુમલો

2320

કોડીનારથી સિમેન્ટ ભરીને ગોધરા જતા ટ્રકના ચાલકને બુધેલ ચોકડી નજીક બે અજાણ્યા શખ્સોએ ટ્રકમાં ઘુસી જઈ છરી અને ડીસમીસના આડેધડ ૧પથી વધુ ઘા ઝીંકી લોહીયાળ ઈજાઓ કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, ભાવનગર-તળાજા હાઈવે પર બુધેલ ચોકડી નજીક ગત મોડીરાત્રે કોડીનારથી સિમેન્ટ ભરી ગોધરા જઈ રહેલા ટ્રક નં.જીજે૧૧ પ૧૮૮ના ચાલક મીરાજઅલી લતીફઅલી શેખ ઉ.વ.૩૦ને બે અજાણ્યા શખ્સોએ આંતરી ટ્રકમાં ઘુસી જઈ છરી અને ડીસમીસ વડે મીરાજઅલી પર ઉપરાછાપરી ૧પથી વધુ જીવલેણ ઘા કરી નાસી છુટ્યા હતા. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા મીરાજઅલીને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે વરતેજ પોલીસે વજેસીંગ નરસીભાઈ ગોહિલની ફરિયાદ લઈ અજાણ્યા બે શખ્સો વિરૂધ્ધ કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધી વધુ તપાસ આર.પી. ચુડાસમાએ હાથ ધરી છે.

Previous articleપુરૂષોત્તમ માસની પૂર્ણાહુતી નિમિત્તે પુજન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે