ગઈકાલે અધિક માસના અંતિમ દિવસે ૪૧.૮ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર રાજયભરમાં હોટ રહ્યા બાદ આજે સતત બીજા દિવસે ૪૦.૮ ડિગ્રી તાપમાન સાથે ભાવનગર રાજયભરમાં હોટ રહ્યું છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૬, વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૩, સુરેન્દ્રનગરમાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું બાકી અન્ય જિલ્લાઓમાં તાપમાન ૩ર થી ૪૦ ડિગ્રી રહેવા પામ્યું હતું.