રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમમાં વર્ષોથી કામગીરી કરતા કર્મચારીઓનુ સરકાર દ્વારા શોષણ કરાઇ રહ્યુ છે. કરારમાં નોકરી કરાવી કર્મચારીઓનો હાલત કફોડી કરી નાખવામાં આવે છે. પરિણામે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતા કાંણી પાઇનો વધારો કરવામા આવ્યો નથી. ત્યારે કર્મચારીઓમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. ચેપી રોગ હોવા છતા દર્દીઓને શોધીને સરકારની યોજનાઓને સફળ બનાવવામાં પાછી પાની કરાતી નથી. અગાઉ મીશન ડાયરેક્ટરને આવેદન આપ્યુ હતુ. આજે બુધવારે કલેક્ટરને આવેદન આપી રોષ બતાવ્યો હતો.
ઉકેલ નહિ આવતા આજે બુધવારે કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતુ. ભારત સરકારની રાષ્ટ્રિય ક્ષય યોજના, ટીબી મુક્ત દેશને કરવા માટે રાષ્ટ્રિય મિશન ચલાવવામાં આવી રહ્યુ છે. જેમાં કરારમા નોકરી કરતા કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામા આવે છે. ટીબી મુક્ત દેશ કરવા માટે સામાન્ય પગારમાં કર્મચારીઓ ગામડા ખૂદતા હોય છે અને સારવાર આપતા હોય છે. ત્યારે દેશમાં મોંઘવારી પ્રમાણે પગાર આપવામાં આવતો નથી., તાજેતરમાં કરાયેલા મહેનતાણાને પુનઃ તપાસ કરવામાં આવે.
કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ હેમાંશુ પંડ્યાએ કહ્યુ કે, રાજ્યમાં એનએચએમની સ્થાપના સમય વર્ષ ૨૦૦૬થી એક જ કેડરમાં નોકરી કરતા કર્મચારીને વધુમાં વધુ ૧૫ અને ઓછામાં ઓછા ૯ વર્ષનો લાભ મળ્યો નથી જે કર્મચારીઓ માટે અન્યાય સમાન છે.