જાફરાબાદ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા કે જેના વ્યક્તિગત સરળ સ્વભાવથી અને ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોની તાલુકાની ૮ કોંગ્રેસ, ૮ ભાજપની સીટો આવી હોય ત્યારે તાલુકાના વિકાસ માટે કરણભાઈ યોગ્ય ગણી તેના ઉપર જ પ્રમુખ તરીકેનો કળશ ઢોળેલ ત્યારે અઢી વર્ષ પુરૂષ અને અઢી વર્ષ મહિલા આ લીગલી નિયમ મુજબ કરણભાઈએ તાલુકાના તમામ ગામોને સંતોષપૂર્વક કામો કરી પોતાના અઢી વર્ષ પૂર્ણ થતા આગામી તા.૧૯-૬-ર૦૧૮ના રોજ મહિલા નવનિયુક્ત પ્રમુખ તરીકેની ચૂંટણી યોજાવાની હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષોએ બેઠકોનો દોર શરૂ કરેલ છે. જેમાં બન્ને પક્ષોમાં કોને મેન્ડેટ અપાશે તેની ઉપર સૌની મીટ છે. આગામી તા.૧૮ ફોર્મ ભરાશે. બપોરે ૧૧ થી ર સુધી સ્વીકારાશે જેના માટે વિસ્તરણ અધિકારી પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવાનો થશે.