દામનગર પો.સ્ટે.માં શાંતિ સમિતિની મળેલી બેઠક

973

દામનગર શહેરમાં શાંતિ સમિતિની બેઠક નવનિયુક્ત પીએસઆઈ મોરીની અધ્યક્ષતામાં રમજાન માસ સંદર્ભમાં મળી હતી. દામનગર શહેર ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અમરશીભાઈ નારોલા, નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ જયપાલ, શહેર ભાજપ અગ્રણી પ્રીતેશભાઈ નારોલા, કિશોરભાઈ વાંઝા, બાવદીનભાઈ ચુડાસમા, હારૂનભાઈ ડેરૈયા, પંકજભાઈ ગોસાઈ, હાજીભાઈ લીમડા, ઈકબાલભાઈ મહેતર, નટુભાઈ ભાતિયા સહિત શહેરના વિવિધ સંગઠન, સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, પોલીસ પરિવાર દામનગર સહિતની હાજરીમાં દામનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટીંગ મળી હતી. રમજાન માસ ઉપરાંત ભીમ અગિયારસ જેવા તહેવારોમાં પરસ્પર એકતા ભાઈચારાથી દરેક તહેવારો ઉજવાય છે તેવી રીતે એક એકના તહેવારોમાં સામેલ થતા હિન્દુ-મુસ્લિમ બન્ને સમાજોની વચ્ચે રહેલ સુમેળની અગ્રણીઓએ સરાહના કરી હતી.

Previous articleમોગલ માતાજી વિશે ફેસબુક પર ટીપ્પણી કરનાર સામે રોષ : ઢસામાં આવેદન અપાયું
Next articleરાજુલાના હિંડોરણા ચોકડી પાસેથી બે શખ્સોએ કરી ટ્રકની તસ્કરી