શહેરના તખ્તેશ્વર રોડ મઢુલી પાસે કારમાં ઈગ્લીંશ દારૂની હેરાફેરી થતી હોવાની પૂર્વ બાતમી આધારે એલ.સી.બી.ટીમે વોચ રહી નવાપરાના શખ્સને ઈગ્લીંશ દારૂની ૨૪ પેટી સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
પોલીસ અધિક્ષક માલની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ. ડી.એમ.મીશ્રા તથા પો.સબ.ઈન્સ. એન.જી.જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચના પો.કો. ઈમ્તીયાઝ પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે, તખ્તેશ્વર રોડ નિર્મળ હોસ્પિટલ સામેનો ખાચો મઢુલી રોડ, તરીકે ઓળખાય તે ખાચામાં કરીમભાઈ રહીમભાઈ શાહ મારૂતિ ફ્રન્ટી કાર રજી.નંબર-જી જે ૧ એચએ ૨૭૯૮માં પરપ્રાંત દારૂનો જથ્થો લાવી હેરાફેરી કરવાના છે. જે હકિકત વાળી જગ્યાએથી મારૂતિ કાર જીજે ૧ એચએ ૨૭૯૮ પડેલ હોય તે કારમાં કરીમભાઈ રહીમભાઈ શાહ ઉ.વ.૩૨ રહે. નવપાપરા ડોસલીનું નહેરૂ મામાની લીમડી પાસે ભાવનગર કબ્જમાંથી પરપ્રાંત દારૂનો જથ્થો અલગ અલગ બ્રાન્ડો બોટલ નંગ-૧૧૫૨ તથા મારૂતી ફ્રન્ટી તથા મોબાઈલ ફોન સહિત કુલ કિ.રૂા.૧,૯૦,૭૦૦નો મુદ્દામાલ પકડી. આ દારૂનો જથ્થો તેના મિત્ર અલ્તાફ અયુબભાઈ મકવાણા રહે. વરતેજ વાળા આપી ગયેલનું જણાવતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.ના પોલીસ ઈન્સ. ડી.એમ. ડી.એમ. મીશ્રા તથા પો.સબ. ઈન્સ. એન.જી.જાડેજા તથા એ.એસ.આઈ.વનરાજસિંહ ચુડાસમા આઈશાબેન બેવલીમ હેડ કોન્સ. પ્રદ્યુમનસિંહ ગોહિલ ભયપાલસિંહ ચુડાસમા રાકેશભાઈ ગોહેલ પો.કોન્સ. ચંદ્રસિંહ વાળા ઈમ્તિયાઝ પઠાણ શક્તિસિંહ ગોહિલ વિઠ્ઠલભાઈ બારૈયા જોડાયેલ.