શહેરની સેન્ટ ઝેવિયર્સ શાળાના બાળકો આજે નિલમબાગ પોલીસ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં શાળાના બાળકોને પો.સ્ટે.ના વિવિધ વિભાગોની મુલાકાત કરાવી તથા પોલીસની કામગીરીથી માહિતગાર કરાયા હતા. પોલીસે બાળકોને કામગીરીથી વાકેફ કર્યા હતા. શાળાના શિક્ષકો પણ સાથે રહ્યાં હતા.