શહેરની મેઈનબજારમાં આવેલ દુકાનમાંથી ત્રણ દિવસ પહેલા ચીજવસ્તુઓની ચોરી કરનાર બે ઈસમોને એલસીબી ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ફરીયાદી ઇન્દુભાઇ માણેકલાલ ખંભાતી રહે. ભાવનગર કાળીયાબીડ વાળાની મેઇન બજારમાં કેમ્બે સ્ટોર નામની દુકાન બંધ કરી જતા રહેલ અને તા. ૧૧/૦૬/૨૦૧૮ ના રોજ સવારના દુકાન ઉપર આવતા દુકાનના તાળા તુટેલા જોવામાં આવેલ અને દુકાન માંથી કિ.રૂ ૨૦,૧૮૨/-ના ફેવીસ્ટીક તથા ફેવીકોલ તથા એમ.સીલ ના કાર્ટુન મળી કુલ નંગ-૦૫ ની ચોરી થયેલાની જાહેરાત ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આપેલ
ભાવનગર એલ.સી.બી. ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ભાવનગર,ક્રેસન્ટ સર્કલ ધનેશ મહેતા હાઇસ્કુલ રોડ ઉપર આવતાં હકિકત મળેલ કે રીક્ષા નંબર- જીજે ૪ એક્સ ૩૪૭૯ માં બે ઇસમો શંકાસ્પદ વસ્તુઓના બોક્ષ ભરીને નિકળવાની છે.જેથી નેત્ર કન્ટ્રોલ રૂમની મદદથી રીક્ષા નંબર- જીજે ૪ એક્સ ૩૪૭૯ મળી આવેલ. જે રીક્ષામાં બે ઇસમો ઇમરાન ઉર્ફે ઇમુ વહાબભાઇ બકીલી/આરબ ઉવ. ૨૯ રહે. જોગીવાડની ટાંકી રૂવાપરી રોડ બકાલા માર્કેટની પાછળ, મહમદરફીક ઉર્ફે ભોલુ અબ્દુલભાઇ જાપાઇ-આરબ ઉવ.૨૨ રહે. સના ચોક કોઢના ઝાડા પાસે ભાવનગરવાળા હોવાનું જણાવેલ જડતી તપાસ કરતા રીક્ષમાં બોક્ષ ભરેલા જોવામાં આવેલ જે અંગે તેની પાસે આધાર-બીલ કે પુરાવા માંગતાં નહિ હોવાનું જણાવતા ચોરી કરેલ માલ-સામાન અને રીક્ષા મળી કુલ કિ.રૂ.૧,૬૬,૮૭૦/-નો મુદ્દમાલ શકપડતી મિલ્કત ગણી કલમઃ-૧૦૨ મુજબ પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ અને ઇસમોને સીઆરપીસી કલમઃ-૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ. બંને ઇસમોની પુછપરછ કરતાં આજથી ત્રણ દિવસ પહેલા બંને ઇસમો એ ભાવનગર મેઇન બજાર એમ.જી. રોડ ઉપર આવેલ કેમ્બે સ્ટોર નામની દુકાનના દરવાજાના તાળા તોડી રાત્રીના ચોરી કરેલા કબુલાત કરતા આગળની વધુ તપાસ ગંગાજળીયા પોલીસ સ્ટેશન હાથ ધરી છે.