જાફરાબાદમાં આજે મામલતદારની અધ્યસ્થામાં રમઝાન ઈદ શાંતિ અને સુમેળથી મનાવવામાં આવે તે અંગે ટાઉન પી.આઈ. આર.ટી.ન્યનુરા તથા મરિન પોલીસના નવનિયુકત મહિલા પી.એસ.આઈ. જી.ડી. આહીર દ્વારા જાફરાબાદના દરેક સમાજના આગેવાનો તથા વેપારીઓ સાથે શાંતિ સમિતિની મટીંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં રમઝદાન ઈદ શાંતિમય રીતે મનાવાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં ટ્રાફિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને જે કોઈ પણ આડેધડ વાહન પાર્કિંગ કરશે તો પોલીસ દ્વારા દંડ કરવામાં આવશે તેવુેં જણાવવામાં આવ્યું હતું