ગાંધીનગર શહેર કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર માટે ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે. જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા ખાતે આવેલી વિરોધ પક્ષના નેતાની ચેમ્બરમાં પ્રદેશ કોેગ્રેસ તરફથી નીમાયેલા પ્રભારી નરેન્દ્ર રાવત તેમજ અન્ય આગેવાનોએ કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ વોર્ડ પ્રમુખો સહીત અન્ય આગેવાનોની રજુઆતો સાંભળી હતી. શહેર કોંગ્રેસમાં પરિવર્તન ઈચ્છી રહેલા આગેવાનો અને કાર્યકરો માટે આ ગતિવિધિ જાણે ચોમાસા પહેલાના વરસાદના એંધાણ એટલે કે, પ્ર-મોન્સુન જેવી લાગી રહી હતી.