પાલીતાણા તાલુકાની કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ .જેમાં મોટી પાણીયાળી. ખોડીયારનગર.મોટી પાણીયાળી વાડી વિસ્તાર.તથા અનિડાં ડેમ ગામની તમામ શાળા જોડાયેલ…જેમાં કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટય શ્રી આર .આર.વસાવા સાહેબ ( મામલતદાર – પાલીતાણા ) તથા ચૌહાણ જયંતીભાઈ (સી.આર.સી.કો.મોટી પાણીયાળી) દ્વારા કરવામાં આવેલ.
આજના કાર્યક્રમ મા શાળા ની ૨ બાલિકા દ્વારા વૃક્ષારોપણ અને “બેટી બચાવો,બેટી પઢાવો” અંગે પોતાની વાત રાજુ કરી ….ત્યારબાદ ધોરણ ૧ મા પ્રવેશ પામતા બાળકો ને પ્રવેશ આપવામાં આવેલ. જેમાં મોટી પાણિયાળે પ્રા શાળા મા ધો-૧ મા ૪૭ બાળકો તથા ખોડિયારનગર પ્રા શાળાના ૧૪ બાળકો તથા અનિડા ડેમ પ્રા.શાળા ના ૨૦ બાળકો ને ધો- ૧ આવનાર અધિકારી દ્વારા પ્રવેશ આપવામાં આવેલ.આ રીતે કુલ ૮૮ બાળકોને દાતા દ્વારા શૈક્ષણિક કીટ આપીને શિક્ષણ ના પ્રથમ સોપાન માટે પ્રવેશ આપવામાં આવેલ.તેમજ જે બાળકના ૩ વર્ષ પૂર્ણ થયા હોય તેવા ૭૨ બાળકોને આંગણવાડી મા રમકડાંની કીટ આપીને પ્રવેશ આપવામાં આવેલ…આ સમગ્ર કાર્યક્રમમાં પ્રવેશપાત્ર બાળકોનું કુમકુમ તિલકથી સ્વાગત , યોગ નિદર્શન,વિદ્યાલક્ષમી બોન્ડ,પાઠય પુસ્તકનું વિતરણ, ધો ૩ થી ૮ ના પ્રથમ નંબર મેળવનારનું સન્માન કરાયેલ તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ..