આજે રાજુલા જાફરાબાદ તાલુકાના ચારણ બારોટ કાઠી ક્ષત્રિય સમાજ, રાજપુત સમાજ, આહિર સમાજ, બ્રહ્મ સમાજ, રબારી ભરવાડ સમાજ તેમજ માં મોંગલ ઉપાસકની બહોળી સંખ્યામાં જ્ઞાતિઓના આગેવાનો દ્વારા કોઈએ સમસ્ત મા મોંગલ વિષે ફેસબુક પર ખરાબ ટીપણી કરનાર આસાામાજીક તત્વો કે જેને સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી કોમેટ કરી હોય તેનાથી સમસ્ત ગુજરાતથી લઈ વિદેશ સુધી આના પડઘા પડ્યા છે અને ઠેર-ઠેર જિલ્લા તાલુકાઓમાં આવેદન પત્રો અપાઈ રહ્યા છે. પણ બાબરીયાવાડના કરણીસેના સુર્યસેના તેમજ બારોટ સમાજ, કાઠી સમાજ, આહિર સમાજના તેમજ વિધ વિધ સર્વાજ્ઞાતિઓના સંગઠનો જાહેરમાં મોગલ માંને ટેકો આપી રાજુલાના મહુવા જગાતનાકાથી રાજુલાના રાજમાર્ગ્ પરથી પેદલ તેમજ મોટર સાઈકલની મહારેલી દ્વારા છેક પ્રાંત કચેરી ખાતે મામલતદાર બોરીસાગર અપાયું આવેદનપ્તર જેમાં મજાદર કાગધામથી સોનલ યુવા શકિત ગ્રુપ તેમજ કાગબાપુનો પરિવાર, શામળાભાઈ મસુંદડા રમેશભાઈ ગઢવી ‘વડ’ બાવભાઈ ગઢવી અમુલી, મનુભાઈ ગઢવી બાલાપર તથા વિધવિધ ગામોના જાફરાબાદના કાગવદરથી જીવાભાઈ સતીયા તેમજ કાઠી ક્ષત્રિય સમાજના અશ્વીનભાઈ ખુમાણ વડ, પ્રકાશભાઈ ખુમાણ મોટા આગરીયા, કનુભાઈ વરૂ પત્રકાર, તેમજ સુર્ય્સેના આગેવાનો તેમજ, અમરૂભાઈ બારોટ કાઠી ક્ષત્રીય સમાજના બારોટ દેવ હરદાનભાઈ બારોટ ગઢવી સમાજના બરોટદેવ, નરેશભાઈ બારોટ આહીર સમાજના આગેવાન બાબભાઈ રામ તથા લાલભાઈ બાધાભાઈ રામ ખાસ ઉપસ્થિતિ રહી મજાદરથી સુરેશભાઈ ગઢવી અને બાબભાઈ રામે માલતદારને કહેલ કે દિવસ સાતમાં હિન્દુ સમાજના ભાગલા પડાવનાર ને નહીં પકડાય તો હજી ઉગ્ર આંદોલનથી જવાબ અપાશે અને તેના પરિણામોની તમામ જવાબદારી તંત્રની રહેશે.